Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેમ્પો પલટતા સર્જાયો અકસ્માત:દમણમાં ઓવરલોડ ટેમ્પો પલટતા પોલીસ હેડક્વાર્ટરની દીવાલ તૂટી

    3 days ago

    દમણના એરપોર્ટ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર સામે ગુરૂવારે બપોરે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઓવરલોડ કેબલના રોલ ભરેલો આઇશર ટેમ્પો અચાનક કાબૂ બહાર જઈ પોલીસ હેડક્વાર્ટરની કમ્પાઉન્ડ દીવાલ સાથે અથડાઇને પલટી ગયો હતો. પોલીકેબ કંપનીમાંથી કેબલના ભારે રોલ ભરેલો આઇશર ટેમ્પો નંબર DD01 Z 9501 મશાલ ચોક તરફ જઈ રહ્યો હતો. એરપોર્ટ રોડ પર આવેલા લાંબા વળાંક પાસે પહોંચતા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. ટેમ્પામાં ક્ષમતા કરતાં વધુ વજનદાર કેબલ રોલ ભરેલા હોવાથી ચાલક વળાંક સુરક્ષિત રીતે કાપી શક્યો નહોતો. પરિણામે ટેમ્પાનો પાછળનો ભાગ પોલીસ હેડક્વાર્ટરની કમ્પાઉન્ડ દીવાલ સાથે જોરદાર રીતે અથડાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પો માર્ગ પર જ ગોથું ખાઈને ઊંધો વળી ગયો હતો. અકસ્માતના કારણે ટેમ્પામાં ભરેલા ભારે કેબલના રોલ રસ્તા પર નીચે ખાબકી ગયા હતા. અકસ્માતમાં પોલીસ હેડક્વાર્ટરની દીવાલનો ભાગ ધરાશાયી થતાં નોંધપાત્ર નુકસાન થયું છે. જોકે રાહતની વાત એ રહી કે આ ગંભીર અકસ્માત હોવા છતાં ટેમ્પા ચાલકનો આબાદ બચાવ થયો હતો. તેને હાથ-પગના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ પોલીસ કાફલો પીસીઆર વાન સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે પલટી ગયેલા ટેમ્માંથી રસ્તા પર પડેલા કેબલના રોલને હટાવ્યા હતા. ટ્રાફિક વ્યવસ્થા ફરી સામાન્ય કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રિય સ્તરે ઝળહળતી સિદ્ધિ:વલસાડની શિક્ષિકા મેઘાપાંડેએ રાષ્ટ્રીય પાવર લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો
    Next Article
    SOGએ 1.46 લાખના મુદ્દામાલ સાથે 1ને પકડ્યો:વલસાડમાં મોપેડની ડિકીમાંથી 1.220 કિલો ગ્રામ ગાંજો કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment