Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:જીવાતથી ફ્લાવરિંગ, કણીની અવસ્થાએ નુકસાની, વળી અતિશય ગરમીથી બાજી વધુ બગડી

    3 days ago

    નવસારી જિલ્લામાં ચાલુ સાલ કેરીના પાકમાં થ્રીપ્સ જીવાતનો ઉપદ્રવ ખુબ વધતા અનેક વિસ્તારોમાં પાક ખૂબ ઓછો ઉતરશે એવી જાણકારી બહાર આવી છે. જીવાત સાથે માર્ચના પ્રથમ પખવાડિયામાં જ પડતી ભારે ગરમી પણ પાક ઉપર અસર કરશે. નવસારી જિલ્લાના મુખ્ય પાકોમાં ડાંગર અને કેરીનો છે. જિલ્લામાં 35 હજાર હેક્ટરમાં કેરીનું પ્લાન્ટેશન છે. છેલ્લા 15 થી 20 વર્ષમાં પ્લાન્ટેશનમાં ભારે વધારો થયો છે. જોકે છેલ્લા ત્રણ વર્ષથી વાવાઝોડું, કમોસમી વરસાદ, અયોગ્ય વાતાવરણ, જીવાત જેવા કારણોથી પાક ખૂબ ઓછો ઉતરી રહ્યો છે. જીવાતમાં થ્રીપ્સ નામની જીવાત જોવા તો મળી રહી હતી પણ ચાલુ સાલ આ જીવાત ખુબ વધુ પાકમાં ફેલાઈ હોવાની જાણકારી બહાર આવી છે. ફેબ્રુઆરી મધ્ય બાદ તાપમાન વધતા જીવાત વધી હતી, જેના કારણે કરોડો રૂપિયાના કેરીના પાક ઉપર ખતરો પેદા થયો છે. થ્રીપ્સ સાથે કેટલીક જગ્યાએ ઇયળ પણ પાકમાં નજરે પડી રહી છે. જ્યાં જીવાતને લઈ કેરીના પાક ઉપર વિપરીત અસર પડી છે ત્યાં હાલ માર્ચના પ્રથમ પખવાડિયાના જ રેકર્ડબ્રેક તાપમાન ઉપર જઈ ગરમી પડતા સનસ્ટ્રોક પણ પાક ઉપર હાલના તબક્કે વિપરીત અસર પાડી રહ્યાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. ચીકુ જેવા કલરની કેરી થાય છે અગાઉના વર્ષ કરતા થ્રીપ્સ જીવાત વધુ છે અને તેના કારણે નુકસાની છે, કેરી ચીકુ જેવા કલરની પણ થાય છે. વધુમાં અતિશય ગરમી જે પડી રહી છે તેના કારણે કેરીમાં પીળા ડાઘા પણ પડી રહ્યા છે. > સંજય નાયક, પ્રગતિશીલ ખેડૂત, ગણદેવા ફેબ્રુઆરી મધ્ય બાદ ઉપદ્રવ વધ્યો ચાલુ સાલ અગાઉના વર્ષ કરતા થ્રીપ્સ જીવાતનો ઉપદ્રવ વધેલો જોવા મળે છે. ફેબ્રુઆરી મધ્ય બાદ તાપમાન વધતા જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. કેરીના પાકને નુકસાની છે પણ ચોક્કસ કેટલી તે કહીં શકાય નહીં. >દિનેશ પડાલીયા, બાગાયત અધિકારી છેલ્લા 3-4 વર્ષથી પાકમાં નુકસાનને લઇ ખેડૂતોમાં હવે પુનર્વિચાર નવસારી જિલ્લામાં આજથી 20 વર્ષ અગાઉ કેરીનું પ્લાન્ટેશન પ્રમાણમાં ઓછું હતું. ડાંગરનું વધુ હતું પણ લેબરની તથા સમયની પણ ઓછી જરૂર સાથે આવક પણ સારી મળવાની આશાએ હજારો ખેડૂતો કેરીની ખેતી ભણી વળ્યા અને વાવેતરમાં ખૂબ વધારો થયો. આમ તો અગાઉના અનેક વર્ષોમાં ખેડૂતોને સારું વળતર મળ્યું પણ હતું. જોકે છેલ્લા ત્રણ ચાર વર્ષે સ્થિતિ બદલી છે. જીવાત, બદલાતા સતત વાતાવરણ, પ્રદુષણ વગેરે કારણોને લઇ ખેડૂતોના મોટા વર્ગને ખાસ આવક મળી નથી. આ સ્થિતિમાં ખેડૂતો આ પાક માટે પુનર્વિચાર શરૂ કર્યો છે. ભાસ્કર નોલેજ ફૂલથી ફળ આવવા તબક્કામાં જીવાત નિયંત્રણ માટે આટલું કરવું ફૂલોથી ફળ આવવાના તબક્કા દરમિયાન થ્રીપ્સનું ઉપદ્રવ વધારે જોવા મળે છે. થ્રીપ્સના બચ્ચા અને પુખ્ત કીટકો નાની કુમળી પીલવણી, મોર ઉપરના ફૂલો, અને ફળધારણ થયેલ કુમળા ફળોમાંથી રસ ચૂસે છે જેના પરિણામે પાંદડાની કિનારીઓ ઉપર તરફ વળાંક લે છે, વૃદ્ધિ અટકે છે, ફુલ ખરીને મોર સુકાઇ જાય છે અને ફળની સપાટી ચીકુના કલર જેવા ડાઘા જોવા મળે છે, જેના કારણે અકાળે ફળ ખરી પડે છે. થ્રીપ્સ જીવાતના નિયંત્રણ માટે બુફ્રોફેઝિન 25 ઈસી, 2 મિલી અથવા થાયોમિથોક્ઝામ 25 ડબલ્યુજી, 0.3 ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રીન 5 ઈસી 1 મિલી અથવા ટોલ્ફેનપાયરીડ 15 ઈસી 2 મિલી સાથે નીમ ઓઈલ 1500 પીપીએમ 1 મિલી પ્રતિ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવું. (કૃષિ યુનિ.ના તજજ્ઞ દ્વારા કરાયેલ ભલામણ)
    Click here to Read More
    Previous Article
    ચોરીનો મામલો આવ્યો સામે:દહેજની માધવ ઇન્ડસ્ટ્રિઝમાંથી 2.66 લાખના મટિરિયલની ચોરી
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:જિલ્લામાં એક વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં 1937નો ઘટાડો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment