Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તપાસ:સુઘડમાં વડીલોની 2.66 કરોડની જમીન હડપી લેવાનું મોટું કૌભાંડ

    1 day ago

    સુઘડ ગામમાં ₹2.66 કરોડની કિંમતી વડીલોની જમીન હડપ કરી લેવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ આખી છેતરપિંડીમાં અસલ માલિકની જાણ બહાર નકલી ચૂંટણી કાર્ડ અને ખોટા દસ્તાવેજો બનાવીને સબ-રજિસ્ટ્રાર કચેરીમાં જમીનના બાનાખત કરાવી લીધા હતા. આ ષડયંત્રનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે આરોપીઓ અસલ માલિક જાગૃતિબેન પટેલના જૂના સરનામે જઈને પોતે જ જાગૃતિબેન હોવાનું નાટક કરવા લાગ્યા હતા, પરંતુ પાડોશીઓને શંકા જતાં તેમણે મૂળ માલિકને ફોન કરીને આ વિશે પૂછ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કલોલના દીપક ત્રિપાઠીએ અન્ય મળતિયાઓ સાથે મળીને આ કાવતરું ઘડ્યું હતું અને નાંદેજની એક મહિલાનું નકલી ચૂંટણી કાર્ડ બનાવી તેને અસલ માલિક તરીકે રજૂ કરી હતી. આ લોકોએ 6 માર્ચ, 2026ના રોજ સરકારી કચેરીમાં ₹2.51 કરોડ અને ₹15 લાખના બે અલગ-અલગ બોગસ બાનાખત પણ રજિસ્ટર કરાવી દીધા હતા. તેમણે સમાચાર પત્રોમાં વકીલ મારફતે ખોટી જાહેર નોટિસો પણ આપી હતી, જેમાં બોપલના મનીષ પટેલની સંડોવણી પણ બહાર આવી છે. જ્યારે અસલ માલિક જાગૃતિબેનને આ છેતરપિંડીની ખબર પડી ત્યારે તેમણે તાત્કાલિક તપાસ કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અડાલજ પોલીસે હાલ દીપક ત્રિપાઠી, મનીષ પટેલ અને અજાણ્યા સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદના કલેક્ટર , TASP પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરની બદલી:નવા કલેક્ટર તરીકે સુરભી ગૌતમ અને TASPના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે પ્રતીક જૈનની નિમણૂક
    Next Article
    Gold Silver Price Hike LIVE | સોના અને ચાંદીના ભાવમાં થયો ભડકો | Import Duty | PM Modi | Latest News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment