Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભીષણ આગ લાગી:લસુન્દ્રાની શાર્પ પેટ્રોકેમ કંપનીમાં ગેસ લીકેજ બાદ ભીષણ આગ, લોકોને શ્વાસમાં તકલીફ તેમજ ગળામાં બળતરા

    4 days ago

    સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે શાર્પ પેટ્રોકેમ નામની કંપની આવેલી છે. જેમાં જાણવા મળ્યા મુજબ પેટ્રો પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે. સાથે સાથે વિવિધ ક્રૂડનું ડિસ્ટિલેશન પણ થાય છે. હાલ આ કંપની બંધ હાલતમાં છે. પરંતુ કંપનીમાં વિવિધ રસાયણો કેમિકલોના બેરલો ટાંકીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન ગુરુવારે સવારના સમયે કંપનીમાં કોઇ ઉત્પાદનની પ્રક્રિયા વેળાએ ગેસ લીકેજ થયો હતો. તેના પગલે આજુબાજુના એકમમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. રાહદારીઓને પણ શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં બળતરા તેમજ ચચરાટ થતો હોવાનું જોવા મળ્યું હતું. બનાવના પગલે કંપનીમાં હાજર કામદારોએ પ્રાથમિક રીતે પાણી રેતી કોથળા નાખીને ગેસ લીકેજને રોકવાના પ્રયાસો કર્યા હતા. બનાવના પગલે મંજુસર પોલીસને જાણ થતાં તે પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બનાવ બાબતે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જીપીસીબીનો સંપર્ક કરીને તેમને પણ કંપની ખાતે બોલાવ્યા હતા ત્રણેય વિભાગોએ ગેસ લીકેજનું મુખ્ય કારણ તેમજ કંપનીમાં વપરાતા કેમિકલો મુદ્દે તપાસ હાથ ધરી હતી. બાદ સાંજે ચાર વાગ્યે અચાનક કંપનીમાં આગ ભભૂકી ઉઠતાં ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે ફરી એકવાર આ કંપની શંકાના દાયરામાં આવી છે. આ આગ લાગી હોવા છતાં કંપનીના માલિકો અહીં ફરકયા પણ ન હતા અને માત્ર કામદારો હાજર હતા. તેઓ કંઈ બોલવા તૈયાર ન હતા. મંજુસર પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે. જીપીસીબીના દફતરે બંધ હોવા છતાં કંપની રાત્રે ધમધમતાં આશ્ચર્ય સાવલીના લસુન્દ્રા રોડ પર આવેલ શાર્પ પેટ્રોકેમ કંપની જીપીસીબી વિભાગના દફતરે બંધ છે. છતાં આશ્ચર્યજનક રીતે આ કંપની રાત્રે ધમધમતી હતી અને વિવિધ કેમિકલો સ્ટોર થતા હતા. તેમ છતાંય તંત્રનું ધ્યાન ગયું ન હતું. અને વારે ઘડીએ ગેસ લીકેજ અને આગના બનાવો બનતા રહે છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી થતી નથી. બંધ હાલતમાં રહેલી કંપનીમાં સ્ફોટક કેમિકલ્સનો જથ્થો તપાસનો વિષય છે કંપની બંધ હાલતમાં છે અને આટલો મોટો જથ્થો કેવી રીતે સ્ટોર કરવામાં આવ્યો છે તે તપાસનો વિષય છે. પરંતુ સવારમાં ગેસ લીકેજ થયો હતો અને સાંજે આગ લાગી હતી. તેવો સરપંચ દ્વારા ફોન કરવામાં આવતાં અમે અહીંયા આવીને તપાસ કરતાં સોલ્વન્ટ લીકેજના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. > આર એમ પટેલ, ઇન્ચાર્જ સર્કલ ઓફિસર કંપનીમાં બે વર્ષ પહેલાં પણ ગેસ લીકેજ થતાં‎ગામને ખાલી કરવાનો નિર્ણય લેવાયો હતો‎ બે વર્ષ અગાઉ પણ આ કંપનીમાં રાત્રિના સમયે ગેસ લીકેજ થયો હતો. તેના પગલે‎આજુબાજુની કંપનીઓના કામદારોને છોડી મૂકવામાં આવ્યા હતા. જો ગેસ પર કાબૂ ના‎મેળવી શક્યા હોત તો લસુન્દ્રા ગામને ખાલી કરવાનો નિર્ણય પણ તંત્ર દ્વારા લેવાયો‎હતો. મોટા પ્રમાણમાં સ્ફોટક કેમિકલો આ કંપનીમાં સંગ્રહ કરવામાં આવેલ છે. જો તંત્ર‎દ્વારા તટસ્થ તપાસ કરાય તો મસ મોટું કૌભાંડ બાહર આવે તેમ છે. આ કેમિકલોના‎બેરલો સ્ટોર કરવા માટેની પરમિશન છે કે કેમ ? તે પણ તપાસનો વિષય છે.‎
    Click here to Read More
    Previous Article
    પ્રભારીની અધ્યક્ષતામાં પરિચય બેઠકનું આયોજન:ભરૂચ જિલ્લા ભાજપના સંગઠનની‎ નવી ટીમની પરિચય બેઠક યોજાઇ‎
    Next Article
    ચોરીનો મામલો આવ્યો સામે:દહેજની માધવ ઇન્ડસ્ટ્રિઝમાંથી 2.66 લાખના મટિરિયલની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment