Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રભારીની અધ્યક્ષતામાં પરિચય બેઠકનું આયોજન:ભરૂચ જિલ્લા ભાજપના સંગઠનની‎ નવી ટીમની પરિચય બેઠક યોજાઇ‎

    4 days ago

    ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની રચનામાં મોટા નેતાઓના માનીતાઓના પત્તા કાપી નાખવામાં આવતાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. પક્ષમાં ચાલી રહેલાં આંતરિક વિખવાદ વચ્ચે ગુરૂવારના રોજ સંગઠનની ટીમની પરિચય બેઠક મળી હતી. મકતમપુર સ્થિત જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસે આ બેઠક મળી હતી. જેમાં જિલ્લાના સંગઠન પ્રભારી અને વડોદરાના મ્યુનિસિપલ કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા હાજર રહયાં હતાં. જિલ્લા ભાજપના પ્રમુખની રચનાના એક વર્ષ બાદ જિલ્લા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. નવા 48 હોદ્દેદારોની વરણી કરાઇ છે જેમાંથી માત્ર 5 જ લોકોને રીપીટ કરવામાં આવ્યાં છે જયારે 43 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. નવા સંગઠનમાં જુના જોગીઓના પત્તા કપાઇ જતાં ભારેલા અગ્નિ જેવો માહોલ જોવા મળી રહયો છે. ભાજપમાં ઉકળતા ચરૂ વચ્ચે ગુરૂવારના રોજ જિલ્લા પંચાયત પ્રમુખના બંગલે નવી ટીમની બેઠક મળી હતી. જેમાં જિલ્લા સંગઠન પ્રભારી પરાક્રમસિંહ જાડેજા હાજર રહયાં હતાં. બેઠક જિલ્લા ભાજપના નવનિયુક્ત મહામંત્રીઓ, ઉપપ્રમુખો, મંત્રીઓ, જિલ્લાના તમામ 14મંડળોના પ્રમુખો, અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. નવી સંગઠનની આ પ્રથમ સંયુક્ત બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ સક્રિય બનાવવાની દિશામાં મનોમંથન થયું હતું. પરાક્રમસિંહ જાડેજાએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં તમામ હોદ્દેદારો અને કાર્યકરોને ચૂંટણીલક્ષી સક્રિયતા દાખવવા આહ્વાન કર્યું હતું. તેમણે વર્ષ 2021 ની ચૂંટણી કરતાં પણ વધુ બહુમતી સાથે ભરૂચ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકામાં ભવ્ય જીત મેળવવાના ધ્યેય સાથે વ્યૂહરચના ઘડવા પર ભાર મૂક્યો હતો. શુક્રવારે નેત્રંગ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ અને શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરૂચ જિલ્લાના પ્રવાસના આયોજન અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ નોંધાઈ:કડીથી મહારાષ્ટ્ર મોકલાઇ રહેલો રૂ. 38.45 લાખનો પામ તેલનો જથ્થો સગેવગે કરાયો
    Next Article
    ભીષણ આગ લાગી:લસુન્દ્રાની શાર્પ પેટ્રોકેમ કંપનીમાં ગેસ લીકેજ બાદ ભીષણ આગ, લોકોને શ્વાસમાં તકલીફ તેમજ ગળામાં બળતરા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment