Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુલના સમારકામની કામગીરી હાથ ધરાઈ:વ્યારા-તરસાડા રોડ પર જોખમી બનેલા પુલનું સમારકામ શરૂ

    3 days ago

    વ્યારાથી તરસાડાને જોડતા અને કાકરાપાર અણુ મથક જેવા મહત્વના સ્થળ સુધી જતા મુખ્ય માર્ગ પર આવેલા પુલની બિસ્માર હાલત અંગે "દિવ્ય ભાસ્કર’ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલની અસર જોવા મળી છે. તંત્રની ઘોર બેદરકારી અને માત્ર આડશ મૂકીને સંતોષ માનતી નીતિ સામે લાલ આંખ કર્યા બાદ, આજે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પુલના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. પુલના સાંધા વચ્ચેની લોખંડની એંગલો રોડની સપાટીથી બહાર આવી ગઈ હતી, જેના કારણે ટુ-વ્હીલર સવાર સ્લિપ થવાની કે વાહનોના ટાયર ફાટવાની ગંભીર ઘટનાઓનો ભય સેવાઈ રહ્યો હતો. તંત્રએ માત્ર પ્લાસ્ટિકના કોન મૂકીને કામગીરી પૂર્ણ માની લીધી હતી, જેનાથી લોકોમાં ભારે રોષ હતો. ‘દિવ્ય ભાસ્કર’માં સમાચાર પ્રસિદ્ધ થતાં જ ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને તાત્કાલિક મજૂરો તેમજ જરૂરી મશીનરી સાથે પુલ પર સમારકામ શરૂ કરાયું છે. બહાર નીકળી ગયેલી લોખંડની એંગલોને વ્યવસ્થિત બેસાડવા અને રોડને સમતલ કરવાની કામગીરી અત્યારે પ્રગતિમાં છે.
    Click here to Read More
    Previous Article
    ડિજિટલ‎ એરેસ્ટ:ભરૂચના નિવૃત્ત કર્મીને 4 દિવસ ડિજિટલ‎એરેસ્ટ કરી ગઠિયાએ 58 લાખ પડાવ્યાં‎
    Next Article
    વેધર રિપોર્ટ:ભરૂચ જિલ્લાનું તાપમાન 36 ડિગ્રી થતાં ગરમી વધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment