Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીંબડીમાં માત્ર 36 દિવસમાં ધરાશાયી થયો બોરણા પુલ:ભ્રષ્ટાચાર ઢાંકવા ઉતાવળે ફરી કામ શરૂ કરાયાના આક્ષેપોથી ગરમાયું રાજકારણ

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોરણા ગામમાં વિકાસ કાર્યોની પોલ ખોલતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં લાખો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ બનેલો પુલ માત્ર 30 થી 36 દિવસના ટૂંકા ગાળામાં તૂટી પડ્યો છે. પુલ ધરાશાયી થતાં જ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે, અને હવે આ મામલાને દબાવવા માટે ઉતાવળે ફરી કામ શરૂ કરી દેવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. લાખોનો ધુમાડો અને નબળાં બાંધકામના આક્ષેપો સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ પુલના નિર્માણ પાછળ સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ, મહિનો પૂરો થતાં જ પુલ સંપૂર્ણપણે બેસી ગયો. બાંધકામમાં અત્યંત નબળી સામગ્રીનો ઉપયોગ કરાયો હોવાના અને સરકારી નાણાંનો બેફામ દુરુપયોગ થયો હોવાના સીધા આક્ષેપો સ્થાનિક લોકો લગાવી રહ્યા છે. ટૂંકા ગાળામાં જ પુલ તૂટી જતાં તેની ગુણવત્તા સામે મોટા સવાલો ઊભા થયા છે. પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ઉઠાવ્યા સવાલો આ ગંભીર ઘટનાની નોંધ લઈને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ બોરણા ગામની મુલાકાત લીધી હતી. તેમણે તૂટી ગયેલા પુલની વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન બાંધકામમાં થયેલી અનિયમિતતાઓ સ્પષ્ટપણે નજરે પડતી હતી. તેમણે પુલની નબળી ગુણવત્તા માટે જવાબદાર તંત્ર અને ભ્રષ્ટ નીતિઓ સામે આકરા પ્રહારો કર્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ વહીવટી તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉતાવળી કામગીરીથી ભ્રષ્ટાચાર ઢાંકવાનો પ્રયાસ? હાલમાં તૂટી ગયેલા પુલ પર ફરીથી મરામત અથવા નવું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે, આ ઉતાવળી કામગીરીથી સ્થાનિકોમાં આક્રોશ વધુ વ્યાપ્યો છે. લોકમુખે ચર્ચા છે કે તંત્ર દ્વારા કોઈ નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક પગલાં લેવાને બદલે, ઉતાવળમાં પુરાવા નાશ કરવા અથવા સમગ્ર મામલા પર પડદો પાડવા માટે જ આ કામગીરી રાતોરાત ફરી શરૂ કરી દેવાઈ છે. વિગતો મેળવ્યાં બાદ કાર્યવાહી કરીશું : TDO આ સમગ્ર વિવાદ અંગે લીંબડી તાલુકા વિકાસ અધિકારી કે.એસ. પટેલનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેમણે સત્તાવાર પક્ષ રજૂ કર્યો હતો.તેમણે કહ્યું કે આ બાબતે અમે તલાટી અને સરપંચ પાસેથી સંપૂર્ણ વિગત મંગાવી છે. એ વિગતોના આધારે આગળની જરૂરી કાર્યવાહી કરીને જવાબ લખાવી મોકલી આપીશું. માત્ર 36 દિવસમાં પુલ ધરાશાયી થતાં અનેક સવાલો આ ઘટનાથી સમગ્ર પંથકમાં સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સામે અનેક પ્રશ્નાર્થો ઉભા થયા છે. જો પુલનું કામ સરકારી ધોરણો મુજબ યોગ્ય થયું હતું, તો તે માત્ર એક જ મહિનામાં કેવી રીતે તૂટી પડ્યો? કામમાં દેખીતી ખામી હોવા છતાં જવાબદાર કોન્ટ્રાક્ટર, એજન્સી કે અધિકારીઓ સામે હજુ સુધી કોઈ કડક પગલાં કેમ નથી લેવાયા? તપાસ પૂરી થયા વગર ઉતાવળે ફરી કામ શરૂ કરવાનો અસલી હેતુ શું છે? બોરણા પુલનો આ મુદ્દો હવે માત્ર એક સામાન્ય પુલના નિર્માણ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે સરકારી વિકાસ કાર્યોની ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદારી સામે એક મોટો પ્રશ્નાર્થ બની ગયો છે. સ્થાનિક જનતા હવે આ મામલે કોઈ પણ જાતની લીપાપોતી ચલાવવાના મૂડમાં નથી અને સમગ્ર કૌભાંડની ઉચ્ચસ્તરીય નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવાની માંગ પર અડગ છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં 10 હજારની લાંચ કેસમાં ASI અને મહિલા PSI સસ્પેન્ડ:ધરપકડના ડરે મલ્લિકાબેન પરમાર અંડરગ્રાઉન્ડ, ફરિયાદીને હેરાન ન કરવા પૈસાની માગણી કરી હતી
    Next Article
    અમદાવાદના તળાવોમાં સુરક્ષાને લઈને SOP જાહેર:બોટિંગ સ્થળે એક ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, લાઈફ જેકેટ ફરજિયાત; ચુસ્ત અમલ કરાવા કમિટિની જાહેરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment