Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના તળાવોમાં સુરક્ષાને લઈને SOP જાહેર:બોટિંગ સ્થળે એક ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, લાઈફ જેકેટ ફરજિયાત; ચુસ્ત અમલ કરાવા કમિટિની જાહેરાત

    23 hours ago

    રાજ્યમાં આવેલા તળાવોમાં અનેક દુર્ઘટનાઓ બની હતી જેના કારણે નાગરિકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. અમદાવાદમાં આવેલા તળાવોમાં જાહેર સુરક્ષા અને ડેવલોપમેન્ટને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે. સૌથી મહત્વનો મુદ્દો જે સ્થળે બોટિંગ પ્રવૃત્તિ થતી હશે, બોટિંગ સ્થળે એક ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત કરવાનો છે. બોટમાં ક્રૂ મેમ્બર સહિત તમામ પેસેન્જરોએ લાઈફ જેકેટ ફરજિયાત પહેરવું પડશે. ટ્રેઇન્ડ અને ક્વોલીફાઈડ વ્યક્તિ જ ક્રૂ ચલાવી શકશે. કેટલા લોકો બેસી શકે છે તેની ક્ષમતા સ્પષ્ટ પણે દર્શાવવી પડશે. દરેક તળાવ અને ગાર્ડન પર સિક્યુરિટી પણ મૂકવામાં આવશે અને તેમને પોલીસ અને ફાયરની મદદ કેવી રીતે લેવી તેની પણ ટ્રેનિંગ. SOPનો ચુસ્ત અમલ કરાવા કમિટિની જાહેરાત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ તળાવોને લઈ બહાર પાડવામાં આવેલી SOPનો ચુસ્ત અમલ થાય તેના માટે પ્રોજેક્ટ લેવલની કમિટી, ઝોનલ લેવલ કમિટી તથા સબ ઝોન લેવલ કમિટીની જાહેરાત કરી છે. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વોટર રિસોર્સ મેનેજમેન્ટ), ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ઝોન), આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સબ ઝોન નોડલ ઓફ્સિર તરીકે ફરજ બજાવશે. પ્રોજેક્ટ લેવલ કમિટીમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ચીફ ફાયર ઓફ્સિર સહિત કુલ 9 સભ્યો રહેશે. દર મહિને આ કમિટી રિવ્યૂ બેઠક કરશે. ઝોન લેવલે દર 15 દિવસે અને સબ ઝોન લેવલે દર સપ્તાહે બોટિંગ પ્રવૃત્તિને લઈ રિવ્યૂ કરવામાં આવશે. વધુ નિયમો જાણવા નીચેના ફોટા જુઓ
    Click here to Read More
    Previous Article
    લીંબડીમાં માત્ર 36 દિવસમાં ધરાશાયી થયો બોરણા પુલ:ભ્રષ્ટાચાર ઢાંકવા ઉતાવળે ફરી કામ શરૂ કરાયાના આક્ષેપોથી ગરમાયું રાજકારણ
    Next Article
    Video: Slapped By Friend, Gujarat Man Climbs Mobile Tower, Demands Apology

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment