Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:અમરેલીમાં મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે બ્રાન્ડિંગ અને ડાયરેક્ટ માર્કેટીંગ તાલીમ અપાશે

    3 days ago

    અમરેલીમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ અંતર્ગત સંચાલિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત ફ્રેન્ડ્સ ઓફ વુમન વર્લ્ડ બેન્કિંગ (FWWB) સંસ્થા સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો. આ સમજૂતી કરાર યુનિવર્સિટીના કુલપતિ ડો. સી. કે. ટીંબડિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. આ MOU અંતર્ગત અમરેલી જિલ્લાના મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન, તાલીમ તેમજ તેમના ઉત્પાદનોનું મૂલ્યવર્ધન, યોગ્ય પેકેજિંગ, બ્રાન્ડિંગ અને ડાયરેક્ટ માર્કેટીંગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રસંગે મહિલા ખેડૂતો માટે ત્રણ દિવસીય માર્કેટીંગ કૌશલ્ય વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્પાદનથી લઈને વેચાણ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા અંગે વ્યવહારૂ તાલીમ અપાઇ હતી. કુલપતિ ડો. સી. કે. ટીંબડિયાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી માત્ર પરંપરાગત પદ્ધતિ નથી. પરંતુ વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડાયેલી એક સસ્ટેનેબલ ખેતી પદ્ધતિ છે. મહિલા ખેડૂતો જ્યારે પ્રાકૃતિક ખેતી સાથે માર્કેટીંગ કૌશલ્ય પણ વિકસાવે છે. ત્યારે તેઓ કૃષિ ક્ષેત્રમાં નવી દિશા આપી શકે છે. FWWB સાથેનો આ સહયોગ મહિલા ખેડૂતોને સફળ કૃષિ ઉદ્યમી તરીકે વિકસવામાં મદદરૂપ બનશે.
    Click here to Read More
    Previous Article
    સંત સમાજે કલેકટરને આવેદનપત્ર આપ્યું:નર્મદાની પંચકોશી પરિક્રમા દરમિયાન બોટનું ભાડું 50ના બદલે રૂા.20 લેવા માટે માગણી
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:સાવરકુંડલાને હવે રોજ 8 એમએલડી પાણી શેલ દેદુમલ ડેમમાંથી મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment