Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંભીર અકસ્માત સર્જાયો:મોરબીમાં કારે રિક્ષાને અડફેટે લેતા બે બાળક સહિત ચાર ઘાયલ

    3 days ago

    મોરબીના ઘુનડા રોડ પર આવેલા વૈદેહી ફાર્મ પાસે અકસ્માતની એક ઘટના સામે આવી છે. જેમાં સામેથી આવતી કારના ચાલકે એક રિક્ષાને હડફેટે લેતા રિક્ષામાં સવાર 4 લોકોને ઇજાઓ પહોંચી છે. ઘટનાના પગલે આસપાસ લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા તજવીજ શરૂ કરી હતી. ઘટનાની તપાસ શહેર પોલીસ ચલાવી રહી છે અને ફરાર ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મોરબીના સજનપર રોડ પર રહેતો પરિવાર રિક્ષામાં પસાર થઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા ચાલક વિક્રમ અબ્રાહમ ભરવાડિયા (ઉ.વ. 20), માયા અર્જુન ભરવાડિયા (ઉ.વ. 22), જાગુ અર્જુન ભરવાડિયા (ઉ.વ. 2) અને માત્ર 4 મહિનાના માસૂમ રાજ અર્જુન ભરવાડિયાને ઇજાઓ પહોંચી છે. અકસ્માત સર્જાતા જ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દંપતી વચ્ચેના કંકાસથી પરિવારમાં બઘડાટી બોલી‎:મોરબીમાં ચારિત્રની શંકા રાખી સાસરિયાંઓએ પુત્રવધૂને લમધારી
    Next Article
    જન્મદિવસની અનોખી ઉજવણી:મોરબીમાં સત્સંગ સભા યોજી સ્ત્રી સશક્તિકરણનું માર્ગદર્શન આપી પિતાએ પુત્રીનો બર્થડે ઉજવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment