Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જન્મદિવસની અનોખી ઉજવણી:મોરબીમાં સત્સંગ સભા યોજી સ્ત્રી સશક્તિકરણનું માર્ગદર્શન આપી પિતાએ પુત્રીનો બર્થડે ઉજવ્યો

    3 days ago

    મોરબીના ચામુંડાનગરમાં રહેતા સામાન્ય વર્ગના ચાવડા સુરેશભાઈ રામજીભાઈની પુત્રી હર્ષાબેન કુલદીપભાઈ રાઠોડનો મહિલા દિવસે જન્મદિવસ હોવાથી નારી શક્તિ વિશે સમાજને વિસ્તૃત જ્ઞાન આપવા પ્રેમાળ પુત્રીના જન્મદિવસને યાદગાર બનાવવા સત્સંગસભાનું આયોજન કરાયું હતું. સત્સંગ સભામાં પીપળીમાં આવેલ કિરણ આશ્રમના સંત કિરણબેને પરમ આધ્યાત્મિક વાણીની સાથે કુટુંબ, સમાજ અને દેશમાં નારી યોગદાનની વાત કરી સિક્કાની બે બાજુની જેમ પુરુષ પ્રધાન સમાજમાં ક્યાંકને ક્યાંક સ્ત્રીનું હિત અને સ્વમાન જળવાતું ન હોય તો બીજી તરફ કેટલીક સ્ત્રીઓના અહંકારથી આખા ઘરનું સુખ હણાય જતું હોય અને કુટુંબ ક્લેશમાં મોટાભાગે સાસુ, વહુ, નંણદ ભોજાઈ સહિતની ઘરની સ્ત્રીઓના એકબીજાના વર્ચસ્વ અને સ્વમાનનો પ્રશ્ન જવાબદાર હોય છે. એટલે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવી હોય દરેક સ્ત્રીને સમજણ કેળવવાની શીખ આપી હતી. આ તકે હર્ષાબેને કહ્યું હતું કે, મારા પિતા સુરેશભાઈએ સામાન્ય આવકમાં પણ સારું શિક્ષણ અપાવી ઉચ્ચ સંસ્કાર સાથે જીવનનું ઘડતર કરી સાસરે વળાવી હતી. સાસુ-સસરાને માબાપ સમજીને એમની સેવામાં તારું જીવન અર્પણ કરી દેજે અને એમની લાગણી ક્યારેય દુભાય એવી વાણી કે વર્તન કરીશ નહિ. સત્સંગ સભામાં શ્રાવકોને સંત કિરણબેને આધ્યાત્મિક વાણી પીરસી હતી. રવિ બરાસરા
    Click here to Read More
    Previous Article
    ગંભીર અકસ્માત સર્જાયો:મોરબીમાં કારે રિક્ષાને અડફેટે લેતા બે બાળક સહિત ચાર ઘાયલ
    Next Article
    શ્રમિકોનું વતન તરફ પ્રયાણ:મોરબી, વાંકાનેર અને રાજકોટ રેલવે સ્ટેશને એડવાન્સ ટિકિટમાં વધારો, સિરામિક ઉદ્યોગના 400થી વધુ એકમ બંધ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment