Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દંપતી વચ્ચેના કંકાસથી પરિવારમાં બઘડાટી બોલી‎:મોરબીમાં ચારિત્રની શંકા રાખી સાસરિયાંઓએ પુત્રવધૂને લમધારી

    2 days ago

    મોરબીમાં દલવાડી સર્કલ પાસે વાડી વિસ્તારમાં રહેતા દંપતિ વચ્ચે અણબનાવે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે આખા પરિવારમાં બઘડાટી બોલી ગયાની ઘટના સામે આવી છે. જેમાં પરણીતાના ચારિત્ર ઉપર શંકા વહેમ કરીને તેના પતિ, દિયર અને સસરાએ લોખંડના હથોડાના ઘા કરી પગના ભાગે ઈજા કરી, માથાના વાળ ખેંચીને ઇજાઓ કરી હતી. સામાપક્ષે પુત્રવધુએ સસરાને રસોઈ બનાવવાની તપેલી વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ રોલા રાતડીયાની વાડીમાં રહેતા, મજૂરી કામ કરતા મનિષાબેન ડાભી (ઉ.વ.30) નામના પરિણીતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમના સસરા દેવકરણભાઈ નારણભાઈ, પતિ દિલીપભાઈ દેવકણભાઈ અને દિયર જગદીશભાઈ દેવકણભાઈ સામે આરોપીઓએ ફરિયાદ નોંધાવી હતી કે, પતિ સહિતના સાસરિયાઓએ પરિણીતાના ચારિત્ર ઉપર શંકા વહેમ કરીને જેમ ફાવે તેમ ગાળો આપીને લોખંડના હથોડાના ઘા કરી પગના ભાગે ઈજા કરી હતી તથા માથાના વાળ ખેંચીને ઇજાઓ કરી હતી જ્યારે સામાપક્ષેથી દેવકણભાઈ નારણભાઈ ડાભી (ઉ.વ.60) એ મનીષાબેન દિલીપભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી મનીષાબેન તેના દીકરાની વહુ છે અને બંને વચ્ચે છેલ્લા થોડા સમયથી અવારનવાર ઝઘડા થતા હોય ગઈકાલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો તેનો ખાર રાખીને પુત્રવધુએ સસરાને મન ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી રસોઈ બનાવવાની તપેલી વડે હાથમાં માર મારીને ઇજા કરી હતી. આથી પોલીસે આ ઘરેલુ હિંસાના બનાવમાં સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વાતાવરણ:તાપમાન 37 ડિગ્રીએ પહોંચતા ગરમી વધી
    Next Article
    ગંભીર અકસ્માત સર્જાયો:મોરબીમાં કારે રિક્ષાને અડફેટે લેતા બે બાળક સહિત ચાર ઘાયલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment