Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમીમાં ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો:પ્રાકૃતિક ખેતી એ માત્ર પર્યાવરણ નહીં પણ ખેડૂતોની આર્થિક ઉન્નતિનો માર્ગ

    1 day ago

    સમીમાં ખેડૂત તાલીમ કેન્દ્ર અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે સમીની અક્ષય વાડી ખાતે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં કૃષિ મેળો અને પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધતા કલેક્ટરે જણાવ્યું હતું કે હરિત ક્રાંતિ સમયે અનાજની અછત દૂર કરવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ અનિવાર્ય હતો. પરંતુ આજે તેના અતિરેકથી જમીન બંજર બની રહી છે અને માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર પર્યાવરણ નહીં પણ ખેડૂતોની આર્થિક ઉન્નતિનો પણ માર્ગ છે. પરિસંવાદમાં કૃષિ વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતીના 5 મુખ્ય આયામોનું ટેકનિકલ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કલેક્ટરના હસ્તે લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર અને મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ખેત પેદાશો અને આધુનિક કૃષિ યંત્રોના સ્ટોલ્સનું પણ પ્રદર્શન યોજાયું હતું, જેમાં ખેડૂતોએ ટેકનોલોજી અને નવા બિયારણો વિશે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાણી ભરાવવાની સમસ્યાનો આવશે અંત:19 કરોડના ખર્ચે વરસાદી પાઈપલાઈનની નંખાશે
    Next Article
    નકલી તબીબ ઝડપાયો:બામરોલી ગામમાં ભાડાના મકાનમાં પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment