Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી તબીબ ઝડપાયો:બામરોલી ગામમાં ભાડાના મકાનમાં પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝબ્બે

    1 day ago

    સાંતલપુર તાલુકાના બામરોલી ગામે મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.33,103નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. પાટણ SOGની ટીમ વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે બામરોલી ગામે ભાડાના મકાનમાં એક શખ્સ ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મેડિકલ ઓફિસર અને પંચોને સાથે રાખી દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, મકાનમાંથી કમલેશભાઇ બાબુભાઇ ઠાકોર (રહે. અબલા, તા.ભાભર) નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં કબૂલ્યું કે તેની પાસે કોઈ મેડિકલ ડિગ્રી કે લાયસન્સ નથી અને તેણે માત્ર TYBA સુધી અભ્યાસ કર્યો છે. તેમ છતાં તે અનુભવના આધારે દર્દીઓને તપાસી એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શન આપી રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી જુદી-જુદી એલોપેથીક દવાઓ, સીરપ, સહિત 33,103.16નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સમીમાં ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો:પ્રાકૃતિક ખેતી એ માત્ર પર્યાવરણ નહીં પણ ખેડૂતોની આર્થિક ઉન્નતિનો માર્ગ
    Next Article
    ગમખ્વાર અકસ્માત સર્જાયો:રિક્ષાની ટક્કરે બોરસણથી સ્કૂટર પર પાટણ આવતા યુવકનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment