Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગમખ્વાર અકસ્માત સર્જાયો:રિક્ષાની ટક્કરે બોરસણથી સ્કૂટર પર પાટણ આવતા યુવકનું મોત

    1 day ago

    પાટણનાં બોરસણ-રામનગર રોડ પર રિક્ષા અને સ્કૂટર વચ્ચે ગંભીર અકસ્માત થતાં 19 વર્ષીય યુવક મિત પટેલનું મોત થયું છે. અકસ્માત બાદ રિક્ષાચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. ચંદ્રુમાણા ગામના વતની અને પાટણમાં કોલેજ કરતાં મિત વિષ્ણુભાઈ પટેલ (ઉં.19) 11 માર્ચના રોજ સવારે આશરે 11:00 તેમનાં જ્યુપીટર સ્કૂટર પર બોરસણથી પાટણ તરફ જઈ રહ્યા હતા. પદ્મનાથ ચોકડી નજીક બોરસણ-રામનગર રોડ પર સામેથી આવતી રિક્ષાના ચાલકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં મિતને માથાના તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક 108 મારફતે ધારપુર સિવિલમાં ખસેડ્યા હતા, પરંતુ યુવકનું મોત થયું હતું. આ ઘટનાની તેમના સંબંધી ભૂમિકભાઈ પ્રહલાદભાઈને જાણ થતા દોડી આવ્યા હતા. ભૂમિકભાઈ પટેલે રિક્ષા મુકી ભાગી ગયેલા રિક્ષાચાલક વિરુદ્ધ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે. મૃતકનાં પિતા કાનપુરમાં અને તેનો ભાઈ મુંબઈમાં નોકરી કરતાં હોવાથી તેઓ આવ્યા બાદ ગુરુવારે સવારે યુવકનાં સિદ્ધપુરમાં અગ્નિસંસ્કાર કરાયા હતા.
    Click here to Read More
    Previous Article
    નકલી તબીબ ઝડપાયો:બામરોલી ગામમાં ભાડાના મકાનમાં પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝબ્બે
    Next Article
    લૂંટેરી દુલ્હને ચૂનો ચોપડ્યો:લૂંટેરી દુલ્હન ગેંગ સામે વધુ એક ફરિયાદ નિવૃત્ત શિક્ષક સાથે 5.10 લાખની ઠગાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment