Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લૂંટેરી દુલ્હને ચૂનો ચોપડ્યો:લૂંટેરી દુલ્હન ગેંગ સામે વધુ એક ફરિયાદ નિવૃત્ત શિક્ષક સાથે 5.10 લાખની ઠગાઇ

    1 day ago

    હિંમતનગર શહેરમાં લૂટેરી દુલ્હન ગેંગનો શિકાર બનેલા નિવૃત્ત શિક્ષકે એ ડિવિઝન પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. નિવૃત્ત શિક્ષકના ભત્રીજાને લગ્નની લાલચ આપી મેરેજ બ્યુરો ચલાવતા દંપતી સહિતની ગેંગે 5.10 લાખનો ચૂનો લગાવ્યો છે. ​લગ્નના બહાને છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ગેંગ સામે ફરિયાદી ચંદ્રકાંતભાઈ પુંજાભાઈ પટેલ (66) નિવૃત્ત શિક્ષકના ભત્રીજા નિરવના લગ્ન માટે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ના સંચાલક મનહરલાલ ઉર્ફે મનોજ બાબુલાલ સોનીનો સંપર્ક કર્યો હતો. મનોજ સોની અને તેની પત્ની કવિતાબેને વિશ્વાસ આપ્યો હતો કે તેઓ સારી છોકરી શોધી લગ્ન કરાવી આપશે. ​શરૂઆતમાં, આરોપીઓએ ઈન્દોરની જ્યોતીબેન વણઝારા નામની યુવતી સાથે નિરવની સગાઈ નક્કી કરાવી હતી. આ વિધિ અને દલાલીના બહાને ફરિયાદી પાસેથી કટકે-કટકે 2.35 લાખ પડાવી લીધા હતા. જોકે, લગ્નની નક્કી કરેલી તારીખે યુવતી કે તેનો પરિવાર હાજર ન રહી બહાનાબાજી કરવા લાગ્યા હતા. નક્કી કરેલ યુવતી જ્યોતી સાથે લગ્ન ન થતાં મનોજ સોનીએ ચાંદની નામની અન્ય યુવતી બતાવી તેની સાથે નિરવના લગ્ન તા. 02-08-2024 ના રોજ કરાવી આપ્યા હતા. આ લગ્ન પેટે આરોપીઓએ ફરી 3 લાખ રોકડા મેળવ્યા હતા. પાછળથી જાણવા મળ્યું કે આરોપીઓએ ચાંદનીના માતા-પિતાને કોઈ રકમ આપી નહોતી. નવાઈની વાત તો એ છે કે, લગ્ન બાદ આરોપી મનોજ અને કવિતાબેન ચાંદની પર છૂટાછેડા લેવા માટે દબાણ કરતાં હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓએ કુલ 5.35 લાખમાંથી માત્ર 25હજાર પરત કર્યા હતા અને બાકીના 5.10 લાખ ઓળવી ગયા હતા. આ મામલે ફરિયાદી ચંદ્રકાંતભાઈએ પોલીસનો સંપર્ક કરી મનહરલાલ સોની, કવિતાબેન સોની, જ્યોતીબેન વણઝારા અને રોહિતભાઈ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગમખ્વાર અકસ્માત સર્જાયો:રિક્ષાની ટક્કરે બોરસણથી સ્કૂટર પર પાટણ આવતા યુવકનું મોત
    Next Article
    ગુમ થયેલા સગીરની મળી ભાળ:શાળાએથી ગુમ થયેલ સગીર અમદાવાદમાંથી મળી આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment