Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુમ થયેલા સગીરની મળી ભાળ:શાળાએથી ગુમ થયેલ સગીર અમદાવાદમાંથી મળી આવ્યો

    1 day ago

    હિંમતનગર એ ડિવિઝન પોલીસે શાળાએથી ગુમ થયેલ બાળકને ગણતરીના કલાકોમાં અમદાવાદથી શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી બાળકને શોધ્યો હતો. ​ પ્રાપ્ત વિગતો અનુસાર, હિંમતનગરની શુભ સોસાયટી (સહકારી જીન ચોકડી પાસે) માં રહેતા મુકેશભાઈ મોહનભાઈ પારગીનો પુત્ર તા. 11 -03 -2026ના રોજ બપોરે આશરે સાડા ત્રણેક વાગ્યે શાળાએથી ઘરે આવવા નીકળ્યો હતો. જોકે, લાંબા સમય સુધી તે ઘરે ન પહોંચતા ચિંતાતુર પિતાએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ​​ પોલીસ ટીમે ટેકનિકલ ડેટા અને બાતમીદારોની મદદથી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે સગીર અમદાવાદ ખાતે છે. તુરંત કાર્યવાહી કરી બાળકને અમદાવાદથી સુરક્ષિત રીતે હિંમતનગર લાવવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન ખાતે શી-ટીમ દ્વારા બાળકનું યોગ્ય કાઉન્સેલિંગ કરાયું હતું અને બાદમાં તેને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    લૂંટેરી દુલ્હને ચૂનો ચોપડ્યો:લૂંટેરી દુલ્હન ગેંગ સામે વધુ એક ફરિયાદ નિવૃત્ત શિક્ષક સાથે 5.10 લાખની ઠગાઇ
    Next Article
    કલેક્ટરએ કરી ગેસ એજન્સીઓના પ્રોપરાઇટર્સ સાથે બેઠક:છોટાઉદેપુર જિલ્લામાં 12 ગેસ એજન્સી કાર્યરત, તમામમાં એલપીજીનો પૂરતો જથ્થો છે - કલેક્ટર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment