Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોર્ટે ફટકારી સજા:મારામારી કેસમાં ચાર આરોપીને કોર્ટે બે વર્ષ કેદની સજા ફરમાવી

    1 day ago

    થરાદ તાલુકાના વજગેઢ ગામે બનેલી મારામારીની ઘટનામાં થરાદ કોર્ટએ ચાર આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી છે. ફરિયાદી યુવાન પર હુમલો કરવાના ગુનામાં કોર્ટે આરોપીઓને બે વર્ષ કેદ તથા દંડની સજા ફરમાવી હતી. તા. 22-05-2022ના રોજ સાંજે આશરે 6 વાગ્યે વજગેઢ ગામે ફરિયાદી જિતેન્દ્રભાઈ રામશીભાઈ પ્રજાપતિ દુધ મંડળી પરથી પરત ફરી રહ્યા હતા. તે સમયે ગામના ચાર આરોપીઓએ તેમને રોકી પૂછપરછ કરી કે તેઓ એક અન્ય વ્યક્તિની માથાકૂટમાં કેમ વચ્ચે પડ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીને ધક્કો મારી નીચે પાડી દીધા અને માથાના ભાગે ધોકો મારી ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન ફરિયાદીના સંબંધીએ વચ્ચે પડી બચાવ કરવાનો પ્રયાસ કરતા તેમને માર મારવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. ઘટનાના બીજા દિવસે ફરિયાદીએ ગુનો નોંધાવ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી અને અન્ય સાક્ષીઓની જુબાની તેમજ તબીબી પુરાવાઓને આધારે કોર્ટે આરોપીઓ સામેનો ગુનો સાબિત માન્યો હતો. અદાલતે ચારેય આરોપીઓને દોષિત ઠેરવી દરેકને બે વર્ષ કેદ અને રૂપિયા 3,000 દંડની સજા ફરમાવી હતી.
    Click here to Read More
    Previous Article
    પ્રથમવાર કેસુડા મહોત્સવ યોજાઈ:પીપળાવાળી‎વાવ ખાતે 15મી માર્ચે ઉજવણી કરાશે‎
    Next Article
    દુષ્કર્મના કેસમાં કોર્ટનો કડક ચુકાદો:દુષ્કર્મ કેસમાં 20 વર્ષની કેદ, 4 લાખ વળતર ચુકવવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment