Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરીક્ષાર્થીઓને ફેરો પડ્યો‎:રેલવે નર્સિંગની ભરતી પરીક્ષામાં કેપિટલમાં ટૂંકી સહી‎ માન્ય નહીં રાખતા પ્રવેશ ન મળતા ઉમેદવારો રઝડ્યા‎

    1 day ago

    રેલવે ભરતી બોર્ડ દ્વારા નર્સિંગ ભરતી માટે દેશભરમાં વિવિધ સેન્ટરો પર ઓનલાઇન પરીક્ષા યોજાઈ હતી. મહેસાણાના ચિરાગ પ્લાઝા સેન્ટરમાં આવેલા ઉમેદવારોને કેપિટલમાં કરેલી ટૂંકી સહી સ્વીકાર્ય નથી એવું કહી પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. જેના કારણે રાજસ્થાન, પાલનપુર, ભુજ, પાટણ સહિતના દૂરના સેન્ટરોથી આવેલા ઘણા પરીક્ષાર્થીઓને ફેરો પડ્યો હતો. ગુરુવારે મહેસાણાના પરીક્ષા સેન્ટર પર રજૂઆત કરવા આવેલા ઉમેદવારો અને વાલીઓને રેલવેના ઓબ્ઝર્વર પ્રતિનિધિએ જણાવ્યું કે રજૂઆત કરવા માટે અમદાવાદ આરઆરબી કચેરીનો સંપર્ક કરો. અમદાવાદનો સંપર્ક નંબર માંગતા ઉમેદવારોને જણાવ્યું કે અમે નંબર આપી શકતા નથી, વેબસાઇટ પરથી મેળવી લો. આ રીતે જડ વલણ અપનાવતા મહેસાણા સેન્ટર પર આવેલા ઉમેદવારો અસમંજસની સ્થિતિમાં જોવા મળ્યા હતા કે હવે યોગ્ય રજૂઆત ક્યાં કરવી. પરીક્ષા સેન્ટર પર આવ્યા પછી કહ્યુ તમારી સહી કેપિટલમાં છે‎ રેલવેમાં પેરામેડિકલ કેટેગરીમાં બીએસસી નર્સિંગ પાસ ઉમેદવારોની ભરતી પરીક્ષા આપવા આવેલા પાટણ જિલ્લાના સાંતલપુરની મિત્તલબેન આહિર, રવિનાબેન તેમજ પાલનપુર અને રાજસ્થાનના મહિલા ઉમેદવારોએ જણાવ્યું કે, “અમને કોલ લેટર મળી ગયું હતું અને પરીક્ષા સેન્ટર પર આવ્યા પછી કહેવામાં આવ્યું કે તમારી સહી કેપિટલમાં છે, એટલે તમને પરીક્ષા આપવા દેવામાં નહીં આવે. બાયોમેટ્રિક્સ પણ હોય છે. હવે કહેવામાં આવે છે કે ઉપરથી સહી અંગેનો નિયમ આવ્યો છે.”
    Click here to Read More
    Previous Article
    હુમલો:મહેસાણાની સત્યનારાયણ સોસાયટીમાં 70 વર્ષીય વૃદ્ધ ઉપર હુમલો
    Next Article
    પ્રથમવાર કેસુડા મહોત્સવ યોજાઈ:પીપળાવાળી‎વાવ ખાતે 15મી માર્ચે ઉજવણી કરાશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment