Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા લોકોનો વિશ્વાસ જીતવામાં ઉણી ઊતરી:ટોઇંગ ચાર્જ પાવતીમાં મનપાનું નામ લોગોની વ્યવસ્થા હજુ પણ હવામાં

    22 hours ago

    મહેસાણા મહાનગરપાલિકામાં પાર્કિંગ દંડની વસૂલાતને લઈને જવાબદારી અને પારદર્શિતાના ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. શહેરમાં ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવતી વાહન ટોઇંગ અને લોકની કામગીરીમાં અપાતી દંડની પાવતીમાં મનપાના નામ કે લોગોનો કોઈ જ ઉલ્લેખ નથી. આ બાબતે વાહનચાલકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે કારણ કે દંડની રકમ મનપાના ખાતામાં જમા થાય છે કે કેમ તે સ્પષ્ટ નથી. તંત્ર દ્વારા ત્રણ મહિના પહેલા વચન આપવામાં આવ્યું હતું કે પાવતીમાં સુધારો કરી મનપાનો લોગો અને ક્યુઆર કોડ (QR Code) મૂકાશે, જેથી ઓનલાઈન પેમેન્ટ સીધું મનપાના ખાતામાં જઈ શકે. જોકે, વર્તમાન સ્થિતિમાં એજન્સીના કર્મચારીઓ પાવતીમાં કોઈ સુધારો કરવાને બદલે પોતાના વ્યક્તિગત મોબાઈલના ક્યુઆર કોડ‎દ્વારા નાણાં સ્વીકારે છે. જોકે મનપાએ દંડના‎દરમાં ઘટાડો કરીને ટુ-વ્હીલર માટે રૂ. 250 અને‎કાર માટે રૂ. 600 કર્યા છે, પરંતુ પાવતીની‎અવ્યવસ્થા હજુ યથાવત છે. ડેપ્યુટી‎મ્યુનિસિપલ કમિશ્નરના જણાવ્યા અનુસાર,‎બેંકમાં અલગ ખાતું ખોલવાની ટેકનિકલ‎પ્રક્રિયામાં સમય લાગી રહ્યો છે. તંત્રની ઢીલી‎નીતિને કારણે હજુ પણ દંડની રકમની‎વસૂલાતની સુરક્ષા અને જવાબદારી‎અધ્ધરતાલ છે.‎
    Click here to Read More
    Previous Article
    ભાસ્ક ગ્રાઉન્ડ રીપોર્ટ:1700 સિલિન્ડરની સામે રોજના 3 હજાર બાટલા જઈ રહ્યા છે છતાં લાઈનો લાગી
    Next Article
    3 કરોડની ગ્રાન્ટમાંથી જૂના બિલ્ડિંગનું રિનોવેશન:મનપા કચેરીમાં હવે પ્રજાલક્ષી 80% કામકાજ ભોંયતળીયે થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment