Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્ક ગ્રાઉન્ડ રીપોર્ટ:1700 સિલિન્ડરની સામે રોજના 3 હજાર બાટલા જઈ રહ્યા છે છતાં લાઈનો લાગી

    21 hours ago

    ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે મહેસાણા શહેરમાં ઘરેલું ગેસ સિલિન્ડર લેવા ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. સર્વર ધીમું ચાલવું અને સપ્લાયમાં વિલંબ થવાના કારણે એજન્સીઓ બહાર લાંબી લાઇનો લાગી રહી છે અને અનેક ગ્રાહકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે એજન્સી સંચાલકોના જણાવ્યા મુજબ ગેસ સિલિન્ડરની અછત નથી અને સપ્લાય થોડો મોડો છતાં નિયમિત રીતે ચાલુ છે. સપ્લાય સિસ્ટમ ખોટકાતાં 65 ટકા જેટલો સપ્લાય વધ્યો છે. ઇન્ડિયન ગેસ એજન્સી રવિવારે સિલિન્ડર આપવાનું કામ રજા હોવા છતાં ચાલુ રાખશે. બાકીની એજન્સીઓએ જણાવ્યું હતું કે, જો સિલિન્ડરોનો સ્ટોક હાથ પર હશે તો એ પણ રવિવારે કામગીરી ચાલુ રાખશે. મહેસાણા‎અને તેની આસપાસના ગામડાઓમાં ઘરેલું ગેસ‎સિલિન્ડર સપ્લાય કરતી મહેસાણાની 4‎એજન્સીઓના જણાવ્યા મુજબ, 90685‎એક્ટીવ ગ્રાહકોની દૈનિક સરેરાશ 1700‎સિલિન્ડરોની જરૂરીયાત રહી છે. પરતું ખાડી‎દેશોમાં યુધ્ધની સ્થિતિને લઇ થયેલી અસ્થિરતા‎બાદ સિલિન્ડરોની માંગમાં વધારો થયો છે.‎રોજ સરેરાશ 3 હજાર જેટલા સિલિન્ડરો જઇ‎રહ્યા છે. ગુરૂવારે સિલિન્ડરોનો મર્યાદીત સ્ટોક‎અને સર્વર ઠપ્પ રહેવાના કારણે 1800‎સિલિન્ડરોનો સપ્લાય થઇ શક્યો હતો.‎એજન્સીઓની બહાર વહેલી સવારથી જ‎ગ્રાહકોની લાંબી લાઇનો લાગી હતી. લાંબી‎લાઇનો અને સર્વરની પરેશાનીના કારણે 50‎ટકા જેટલા ગ્રાહકો સ્થિતિ જોઇ પરત ગયા‎હતા. એજન્સી સંચાલકોના જણાવ્યા‎અનુસાર, ગેસ સિલિન્ડરોની અછત નથી. પરંતુ‎ગેસ સિલિન્ડરોનો સપ્લાય રાજકોટથી આવી‎રહ્યો છે. આવતા-જતા 16 કલાકનો સમય લાગે‎છે અને ત્યાં ગાડી ભરવા માટે 8 કલાક‎લાઇનમાં ઉભા રહેવું છે. જેને લઇ સપ્લાયની‎વ્યવસ્થા પહેલાં જેવી રહી હતી. છતાં‎સિલિન્ડર પુરતા પ્રમાણમાં મળી રહ્યા છે.‎સપ્લાય વ્યવસ્થા ખોટકાતાં અને ખાડી દેશોના‎યુધ્ધને લઇ ગ્રાહકો ઉતાવળ કરી રહ્યા છે. આજ‎કારણથી ફોનથી થતાં ઓનલાઇન બુકિંગની‎સિસ્ટમ પણ ખોટકાઇ છે અને સર્વર પણ ધીમુ‎ચાલી રહ્યું છે.‎ ગ્રાહકોએ કહ્યું...
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:વેલેન્ટાઇન ડે પર પતિ સાથે જોઈ જતાં પરિવારને છુપાઈને કરેલા લગ્નની જાણ થઈ, ઘરમાંથી જ તેના પૂરાવા મળ્યા, અભયમ ટીમે મામલો થાળે પાડી સમાધાન કરાવ્યું‎
    Next Article
    મનપા લોકોનો વિશ્વાસ જીતવામાં ઉણી ઊતરી:ટોઇંગ ચાર્જ પાવતીમાં મનપાનું નામ લોગોની વ્યવસ્થા હજુ પણ હવામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment