Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:વેલેન્ટાઇન ડે પર પતિ સાથે જોઈ જતાં પરિવારને છુપાઈને કરેલા લગ્નની જાણ થઈ, ઘરમાંથી જ તેના પૂરાવા મળ્યા, અભયમ ટીમે મામલો થાળે પાડી સમાધાન કરાવ્યું‎

    19 hours ago

    મહેસાણા જિલ્લામાં પ્રેમ લગ્નને લઈને બનેલી એક ઘટના પરિવાર અને યુવતી વચ્ચેના તણાવનું કારણ બની હતી. સાતેક મહિના પહેલાં પરિવારથી છુપાઈને પ્રેમ લગ્ન કરનાર યુવતીનું રહસ્ય વેલેન્ટાઇન ડેના દિવસે બહાર આવતા ઘરમાં ભારે તણાવ સર્જાયો હતો. જોકે અંતે 181 અભયમ ટીમ અને પોલીસના કાઉન્સલિંગ બાદ પરિવાર યુવતીની ઈચ્છા માની તેને પતિ સાથે જવાની મંજૂરી આપતા મામલો સમાધાનથી પૂર્ણ થયો હતો. મહેસાણા જિલ્લાની એક યુવતીએ સાતેક મહિના પહેલાં પરિવારથી છુપાઈને એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના પુરાવા તેણે ઘરમાં જ છુપાવી દીધા હતા. લગ્ન બાદ લગભગ છ મહિના સુધી પતિ-પત્ની એકબીજાને છુપાઈને મળતા રહ્યા હતા. પરંતુ વેલેન્ટાઇન ડેના દિવસે યુવતી તેના પતિને મળવા ગઈ ત્યારે પરિવારના એક સભ્યએ બંનેને સાથે જોઈ લીધા હતા. ઘરે આવી તેણે માતા-પિતાને સમગ્ર ઘટના જણાવી દીધી હતી. આ બાદ પરિવારજનોએ ઘરે તપાસ કરતાં પ્રેમ લગ્નના પુરાવા પણ મળી આવ્યા હતા, જેને કારણે પરિવાર ગુસ્સે ભરાયો હતો. યુવતીને ઘરે પરત લાવવા પરિવારજનોએ તરકીબ અપનાવી હતી. યુવતીને ફોન કરી તેની માતા બિમાર હોવાની જાણ કરી અને તાત્કાલિક ઘરે આવવા કહ્યું હતું. માતા પ્રત્યેના પ્રેમને કારણે યુવતી દોડતી ઘરે આવી ગઈ, પરંતુ ઘરે પહોંચતાં જ પ્રેમ લગ્ન મામલે પરિવારજનોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો અને ધમકાવી તથા માર માર્યો હોવાની માહિતી સામે આવી છે. પરિવાર તેની વાત માનશે નહીં તેવું જણાતા યુવતીએ 181 અભયમ ટીમ અને 112 પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ 181 અભયમ ટીમે મામલો હાથ પર લઈ યુવતી અને તેના પરિવારનું કાઉન્સલિંગ શરૂ કર્યું હતું. સ્થિતિની ગંભીરતા સમજી અભયમ ટીમ બંને પક્ષોને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ અને અભયમ ટીમના કાઉન્સલિંગ બાદ અંતે પરિવારે યુવતીની ઇચ્છાનું માન રાખી તેને તેના પતિ સાથે સાસરી જવાની મંજૂરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    તંત્ર દ્વારા 606 નમૂનાની તપાસ:જિલ્લામાં બે વર્ષમાં 17,842 લિટર ભેળસેળવાળું ઘી જપ્ત
    Next Article
    ભાસ્ક ગ્રાઉન્ડ રીપોર્ટ:1700 સિલિન્ડરની સામે રોજના 3 હજાર બાટલા જઈ રહ્યા છે છતાં લાઈનો લાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment