Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્ર દ્વારા 606 નમૂનાની તપાસ:જિલ્લામાં બે વર્ષમાં 17,842 લિટર ભેળસેળવાળું ઘી જપ્ત

    18 hours ago

    ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 31 જાન્યુઆરી, 2026 સુધી દૂધ, ઘી, પનીર, માવો અને અન્ય ખાદ્ય પદાર્થોના કુલ 606 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમાંથી 454 નમૂનાઓ માપદંડ મુજબના હોવાનું પ્રમાણિત થયું, 43 નમૂનાઓ ખરાબ ગુણવત્તાવાળા હોવાનું સામે આવ્યું જ્યારે લેવાયેલા કુલ સેમ્પલ પૈકી 109 નમૂનાઓ હજુ તપાસ હેઠળ હોવાથી તેનો રીપોર્ટ આવ્યો નથી. ખરાબ ગુણવત્તાવાળા નમૂનાઓમાંથી ફૂડ સેફ્ટ તંત્ર દ્વારા કુલ 17,842 લિટર ભેળસેળવાળું ઘી જપ્ત કર્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ. 88,19,425 છે. વર્ષ 2024માં તંત્ર દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થોના 239 નમૂનાઓ લેવામાં આવ્યા હતા જ્યારે 2025માં 367 નમૂનાઓ લેવામાં આવ્યા. 2025 દરમિયાન નમૂનાઓ લેવામાં 50 ટકા કરતાં વધુ વધારો નોંધાયો છે. દૂધના 32, ઘીના 61, પનીરના 16, માવાના 7 અને અન્ય ખાદ્ય પદાર્થોના 490 નમૂનાઓ સામેલ હતા. અન્ય કેટેગરીમાં વિવિધ પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો સામેલ છે. 43 હલકી ગુણવત્તાવાળા નમૂનાઓમાં માત્ર ઘી જપ્તીની બાબત સામે આવી હતી. દૂધ, પનીર અથવા માવામાં કોઈ ભેળસેળવાળી જથ્થાની જપ્તી નોંધાઈ નથી. ભેળસેળવાળા ઘીનો કુલ જપ્ત કરાયેલ જથ્થો 17,842 લિટર છે, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 88,19,425 થાય છે. કુલ 454 નમૂનાઓ પાસ થતા આશરે 75 ટકા ગુણવત્તા યોગ્ય જણાઇ છે. બાકી રહેલા 109 નમૂનાઓ હજુ પ્રયોગશાળામાં તપાસ હેઠળ છે. આ મામલે નોંધાયેલા કુલ 39 કેસ અધિક નિવાસી કલેક્ટર સમક્ષ નિર્ણય માટે રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે 4 કેસ જુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચલાવવામાં આવ્યા હતા. દોષિતો પાસેથી કુલ રૂ. 4,07,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રખડતાં શ્વાનને અંકુશમાં લાવવવા પહેલ:સુરેન્દ્રનગરમાં પ્રથમવાર રખડતાં શ્વાનનો સર્વે ફોટો સાથે બાયોડેટા બનાવી ખસીકરણ કરાશે
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:વેલેન્ટાઇન ડે પર પતિ સાથે જોઈ જતાં પરિવારને છુપાઈને કરેલા લગ્નની જાણ થઈ, ઘરમાંથી જ તેના પૂરાવા મળ્યા, અભયમ ટીમે મામલો થાળે પાડી સમાધાન કરાવ્યું‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment