Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રખડતાં શ્વાનને અંકુશમાં લાવવવા પહેલ:સુરેન્દ્રનગરમાં પ્રથમવાર રખડતાં શ્વાનનો સર્વે ફોટો સાથે બાયોડેટા બનાવી ખસીકરણ કરાશે

    17 hours ago

    સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2030 સુધીમાં શહેરને રેબીસ ફ્રી સિટી બનાવવાનો લક્ષ્ય રખાયો છે. સ્ટ્રીટ ડોગ્સની સંખ્યા અને સ્થિતિ અંગે ચોક્કસ માહિતી મેળવવા માટે કામગીરી શરૂ કરાઇ છે. ભાસ્કર ન્યૂઝ|સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મનપાએ શહેરમાં રખડતાં કૂતરાંઓ ઉપર અંકૂશ મેળવવા અમદાવાદની એજન્સીને સર્વે કામગીરી સોંપી છે. ગોલ ફાઉન્ડેશનની ટીમ દ્વારા 1 મહિનામાં બે ઝોન પાડી સોફ્ટવેરની મદદથી તમામ વિગતો ડિજિટલ કરશે. જેમાં શ્વાનના લીંગ, તદુરસ્તી, ખોડખાપણ અને કદ સુધીની વિગત આવી જશે. સુરેન્દ્રનગર મનપા દ્વારા વર્ષ 2030 સુધીમાં શહેરને રેબીસ ફ્રી સિટી બનાવવાનો લક્ષ્ય રખાયો છે. આથી અમદાવાદ સ્થિત અનુભવી અને એક્સપર્ટ ગોલ ફાઉન્ડેશનની ટીમ દ્વારા ડોગ્સની ગણતરી, તેમની સ્થિતિ અને સ્થળની માહિતી ડિજિટલ એપ અને જીઓ-મેપિંગ દ્વારા નોંધવામાં આવશે. આ પ્રક્રિયા વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં અસરકારક આયોજન શક્ય બને.સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગોલ ફાઉન્ડેશન દ્વારા શહેરના નાગરિકોને આ કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવે છે. નાગરિકોના સહકારથી જ શહેરમાં રેબીસ નિયંત્રણ અને સ્ટ્રીટ ડોગ મેનેજમેન્ટ સફળતાપૂર્વક અમલમાં આવી શકશે. ખસીકરણ બાદ 6 દિવસ ઓબઝર્વમાં રખાશે‎ સોફ્ટવેરમાં ઓનલાઇન એન્ટ્રીથી ડોગની સંપૂર્ણ વિગત આવી જશે. શ્વાનનો કુલ આંકડો મળી ગયા બાદ પાંજરાની વ્યવસ્થા કરાશે. ખસીકરણ કર્યા બાદ ડોગને 6 દિવસ ઓબઝર્વમાં રખાશે. ત્યારબાદ તે વિસ્તારમાં જ મુકત કરાશે. > ભાવિકભાઇ શાહ, ગોલ ફાઉન્ડેશન બાયોડેટાાં આ વિગતો હશે મહિને 425 ડોગબાઇટના કેસ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રખડતાં કૂતરાંઓનો ત્રાસ ઘણો છે. થોડા સમયમાં પહેલાં એક સાથે 40 લોકોને કરડવાનો બનાવ બન્યો હતો. આમ દર મહિને 425થી વધુ લોકોને કૂતરાં કરડે છે.
    Click here to Read More
    Previous Article
    હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો:હળવદ : બોલેરો ગાડીના ચાલકે બાઈકને અડફેટે લેતા 1નું મોત
    Next Article
    તંત્ર દ્વારા 606 નમૂનાની તપાસ:જિલ્લામાં બે વર્ષમાં 17,842 લિટર ભેળસેળવાળું ઘી જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment