Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 કરોડની ગ્રાન્ટમાંથી જૂના બિલ્ડિંગનું રિનોવેશન:મનપા કચેરીમાં હવે પ્રજાલક્ષી 80% કામકાજ ભોંયતળીયે થશે

    1 day ago

    મહેસાણા મહાનગરપાલિકાના 40 વર્ષ જૂના બિલ્ડિંગનું ત્રણ કરોડ રૂપિયાની ગ્રાન્ટથી રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. નવી વ્યવસ્થા મુજબ કચેરીનું આશરે 80 ટકા પ્રજાલક્ષી કામકાજ હવે ભોયતળીયામાં (બેઝમેન્ટ) કરાશે. શાખાઓને ભોયતળીયામાં ખસેડવા માટે પાયો ખોદકામ કરી બાંધકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ વ્યવસ્થા ચારેક મહિનામાં અમલમાં આવ્યા બાદ ભોયતળીયામાં પ્રજાના કામો હાથ ધરાશે, જ્યારે ઉપરના ભાગમાં મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન, કમિશનર તેમજ શાખા અધિકારીઓની ચેમ્બરો રહેશે. 40 વર્ષ જૂના જર્જરિત મનપા બિલ્ડિંગની બહારની દીવાલોના પડ ખોતરીને ચણતર ખુલ્લું કરવામાં આવ્યું છે અને હવે નવેસરથી પ્લાસ્ટર તથા ફેબ્રિકેશનનું કામ થશે. અંદરની જર્જરિત દીવાલોને પણ પ્લાયવુડ સહિતના ટચ આપી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. કચેરીના ભોયતળીયાના એક ભાગમાં જન સુવિધા કેન્દ્ર કાર્યરત છે, જ્યાં વેરા, જન્મ-મરણ નોંધણી, લગ્ન નોંધણી, વ્યવસાય વેરા, ગુમાસ્તા જેવી સેવાઓ અપાઇ છે.
    Click here to Read More
    Previous Article
    મનપા લોકોનો વિશ્વાસ જીતવામાં ઉણી ઊતરી:ટોઇંગ ચાર્જ પાવતીમાં મનપાનું નામ લોગોની વ્યવસ્થા હજુ પણ હવામાં
    Next Article
    હુમલો:મહેસાણાની સત્યનારાયણ સોસાયટીમાં 70 વર્ષીય વૃદ્ધ ઉપર હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment