Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રીય શાયરને સ્વરાંજલિ અપાઈ:પાંચાળની પાવન ધરા પર ભક્તિ તેમજ લોક સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ રચાયો

    14 hours ago

    ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત બે દિવસીય ‘ચોટીલા ઉત્સવ 2026’નો મા ચામુંડાના સાનિધ્યમાં પ્રારંભ થયો છે. ઉત્સવના પ્રથમ દિવસે લોકસાહિત્યની સરવાણી અને ભક્તિ સંગીતની સુરાવલીઓ વચ્ચે પાંચાળની ધરા ગુંજી ઉઠી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે તેમની જ જન્મભૂમિ પર આયોજિત આ કાર્યક્રમમાં કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ચોટીલા ઉત્સવના પ્રથમ દિવસે લોકસાહિત્ય અને ભક્તિ સંગીતની સરવાણી વહી હતી, જેમાં મોટી સંખ્યામાં ભકતો અને કલાપ્રેમી જનતા ઉમટી પડી હતી.આ પ્રસંગે ઉપસ્થિત કલેક્ટર કે.એસ.યાજ્ઞિકે જણાવ્યું હતું કે, ચોટીલા એ માત્ર શક્તિધામ તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ તરીકે પણ વિશ્વભરમાં વિખ્યાત છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ હંમેશા કલાના સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. તેમણે ‘રંગ મેઘાણીફોક ફ્યુઝન મ્યુઝિક શો જેવી પ્રસ્તુતિઓની વિશેષતા સમજાવતા કહ્યું કે, મેઘાણીજીના જીવન – કવન અને સાહિત્યને આધુનિક શૈલી થકી નવી પેઢીને પણ સરળતાથી આપણા ભવ્ય વારસા, દુહા - છંદ અને લોકસાહિત્યના ઇતિહાસ સાથે જોડવાનું ભગીરથ કાર્ય શક્ય બને છે. મુખ્ય આકર્ષણ તરીકે અમદાવાદના રક્ષા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત ‘રંગ મેઘાણી ફોક ફ્યુઝન મ્યુઝિક શો રજૂ કરાયો હતો, જેમાં આધુનિક શૈલીમાં રજૂ થયેલી મેઘાણીજીની અમર રચનાઓ અને સોરઠાની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત રાજકોટના સ્પંદન ગ્રુપ દ્વારા લાવણી નૃત્ય સાથે ગણેશ વંદના, થાનગઢના પાંચાળ રાસ મંડળ દ્વારા પ્રખ્યાત હુડો રાસ તેમજ ભાવનગરના પ્રાચીન ગરબા અને ડાંગના પાવરી નૃત્યની પ્રસ્તુતિએ સાંસ્કૃતિક વિવિધતાના દર્શન કરાવ્યા હતા. આ તકે તમામ કલાકારોને મોમેન્ટો અને પ્રમાણપત્ર અપાયા હતા.આ પ્રસંગે ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણા મંદિર મહંત લાલબાપુએ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિના સમૂહલગ્ન યોજાયા:જોરાવનગરના સમૂહ લગ્નમાં 6 નવદંપતીના પ્રભુતામાં પગલાં
    Next Article
    હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો:હળવદ : બોલેરો ગાડીના ચાલકે બાઈકને અડફેટે લેતા 1નું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment