Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:અમેરિકા ઈરાન યુદ્ધને લીધે હોર્મુઝ ખાડી બંધ થતાં શારજહા રૂટ પરથી ગયેલા સીફૂડના કન્ટેનર એક માસ મોડા પહોંચશે

    2 days ago

    છેલ્લા ઘણા દિવસોથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધને લઈને અનેક દેશને આર્થિક ફટકો પડી રહ્યો છે તો ઈરાન દ્વારા હોર્મુઝ ખાડીના સમુદ્રી માર્ગ પર પ્રતિબંધ મુકી દેવામાં આવતા આયાત નિકાસ વ્યવસાયમાં પણ અસર જોવા મળી રહી છે પોરબંદર જિલ્લામાં પણ યુ.એસ.યુરોપ સહિતના દેશમાં મોકલવામાં આવતું સીફૂડના કન્ટેનરો અટકયા છે. યુદ્ધને લઈને હોર્મુઝ ખાડીના સમુદ્રી માર્ગ બંધ થતાં હવે સીફૂડના કન્ટેનરો શારજહા અને આફ્રિકાના સમુદ્રી રૂટ પર જવાની ફરજ પડી રહી છે જેને લઈને પરિવહન ખર્ચમાં 25 થી 30 ટકાનો વધારો થયો છે તો હવે આ કન્ટેનરો 1 માસને બદલે 2 માસ પહોંચતા હોવાથી તેમના પેમેન્ટમાં પણ વિલંભ થઈ રહ્યો છે. અમેરિકા,ઇઝરાઇલ દ્વારા ઈરાન પર હુમલો કરતા ઈરાન દ્વારા ખાડી દેશો પર હુમલો કરવાનું શરૂ કરવામાં આવ્યું છે જેને લઈને હાલ ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે તો આ યુદ્ધની સ્થિતિને લઈને ફૂડઓઈલ અને ગેસની અછત સર્જાઇ છે તો ઈરાન દ્વારા તેમના હોર્મુઝ ખાડીના સમુદ્રી માર્ગ પર અવાર જવર કરવા પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે જેને લઈને આયાત નિકાસના વ્યવસાયમાં પણ અસર જોવા મળી છે. પોરબંદરમાંથી મોટી માત્રામાં થતી સિફૂડની નિકાસ પણ આ જ સમુદ્રી માર્ગ પરથી વિવિધ દેશોમાં પહોંચે છે ત્યારે હાલ પણ પોરબંદરના 50 થી 60 જેટલા સિફૂડ ભરેલ કન્ટેનરો મુદ્રા પોર્ટ તેમજ શારજહા ,કોલંબો સહિતના પોર્ટ પર અટકયા છે. હાલ હોર્મુઝ ખાડીના સમુદ્રી માર્ગ પર અવાર જવર કરવા પ્રતિબંધ મુકી દેવામાં આવતા આ તમામ સિફૂડ યુરોપ,અમેરિકા સહિતના દેશમાં પહોંચાડવા માટે શારજહા અને આફ્રિકા રૂટ પર મોકલવામાં આવી રહ્યા છે જેને લઈને સમુદ્રી માર્ગ લાંબો થઈ જતા પરિવહન ખર્ચેમાં પણ 25 થી 30 ટકા મોંઘું થયું છે. અગાઉ એક કન્ટેનરનો ખર્ચે અંદાજે રૂ.5 લાખ જેવો થતો જે હવે રૂ.7 લાખ જેવો થયો છે.પોરબંદરના સિફૂડ ભરેલ 50 થી 60 કન્ટેનરો યુદ્ધને લઈને રસ્તામાં જ અટકયા છે. યુદ્ધની સ્થિતિને લઈને સીફૂડ પેકિંગ કરવા માટેની પ્લાસ્ટિક સહિતના પેકેજીગ મટીરીલ્યસના ભાવ પણ 25 ટકાનો વધારો થયો છે.સીફૂડના નિકાલ માટેનું પેકેજીગ મટીરીલ્યસના ભાવ પણ વધારો થતા સિફૂડ એકપોર્ટના વેપારીઓ આર્થિક ભારણ વધ્યું છે. યુદ્ધને લઈને પેકેજીગ મટીરીલ્યસના ભાવ પણ વધ્યા પોરબંદરથી વિવિધ દેશોમાં મોકલવામાં આવેલ 50 થી 60 કન્ટેનરો અટવાયા છે.ત્યારે આ કન્ટેનરોમાં અંદાજે 1 હજાર મેટ્રિક ટન સિ ફૂડ ઉપલબ્ધ છે.અગાઉ 1 માસમાં માલ પહોંચી જતો હવે 2 માસ જેવો સમય આપવામાં આવ્યો છે. યુદ્ધને લઇ કન્ટેનરો અટક્યા છે. નવા ઓર્ડર સાવ બંધ થઈ ગયા અમેરિકા,ઇઝરાઇલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને લઈને છેલ્લા ઘણા દિવસોથી સીફૂડના નવા ઓર્ડર આવવાના સાવ બંધ થઈ ગયા છે.હાલ ખાડી દેશોમાં સીફૂડની ડિમાન્ડ વધુ હોય છે તેના બદલે નવા ઓર્ડર જ સાવ બંધ થઈ ગયા છે,તો હાલ કન્ટેનરોની અછતને લઈને તેમના ભાડામાં વધારો થયો છે.અને શિપમેન્ટ લેટ થઈ ગયું છે,વકિંગ કેપીટલ ઇસ્યુને લીધે 1 માસ લેટ પેમેન્ટ મળશે. > સુમિત સલેટ, એક્સપોર્ટર
    Click here to Read More
    Previous Article
    બેઠક:લોકલ ટ્રેન 1 નંબર પ્લેટફોર્મ ઉભી રાખવા,ભાવનગર ટ્રેનમાં રિઝર્વેશન - એસી કોચ તથા મુંબઇ ટ્રેઈનમાં 3 ટાયર એસી કોચ લગાવો : ચેમ્બર
    Next Article
    સમુદ્રી સારવાર:દરિયામાં ફિશિંગ કરતી બોટના ખલાસીને લોહીની ઉલ્ટી થયા બોટ એમ્બ્યુલન્સથી રેસ્ક્યુ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment