Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમુદ્રી સારવાર:દરિયામાં ફિશિંગ કરતી બોટના ખલાસીને લોહીની ઉલ્ટી થયા બોટ એમ્બ્યુલન્સથી રેસ્ક્યુ કર્યું

    2 days ago

    પોરબંદરમાં વર્ષોથી 108ની બોટ એમ્બ્યુલન્સ કાર્યરત છે ત્યારે પોરબંદર નજીકના દરિયામાં ફિશિંગ કરતી એક બોટના ખલાસીને અચાનક લોહીની ઉલ્ટી થતા તેમજ છાતીમાં દુખાવો ઉપડતા બોટ એમ્બ્યુલન્સ મારફતે રેસ્ક્યુ કરી પોરબંદરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આધુનિક જીવનશેલી ફાસ્ટ યુગમાં તમામ સુવિધાઓ આંગળીનાં ટેરવા પર ઉપલબધ થતી હોઇ છે. જેમની પોરબંદરના દરિયા કાંઠે વર્ષોથી કાર્યરત એવી બોટ એમ્બ્યુલન્સ 108 ને માનવામાં આવે છે. બોટ એમ્બ્યુલન્સની ટીમ દ્રારા ગમે તેં સમયે કોઇપણ સારવાર માટે દરિયામાં પહોચી જાય છે. અને તાત્કાલિક સારવાર પુરી પાડે છે. પોરબંદર નજીકના દરિયામાં અંજલિ કૃપા નામની એક ફિશર બોટ માછીમારી કરી રહી હતી તે દરમ્યાન બોટના એક ખલાસીને છાતીનો દુઃખાવા અને લોહી ઊલટી થતા, પોરબંદર બોટ એમ્બ્યુલન્સ 108ને જાણ કરતા બોટ એમ્બ્યુલન્સના EMT રાજેશ જોષી અને ટીમે દરિયામાં યોગેશભાઈ પ્રેમજીભાઈ પાંજરી(ઉ.42)ને દરિયામાંથી રેસ્ક્યુ કરી બોટ એમ્બ્યુલન્સ પ્રાથમિક સારવાર આપી પોરબંદરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. પોરબંદર તેમજ આસપાસના દરિયાકાંઠાના માછીમારો દરિયામાં માછીમારી કરવા જતાં હોય છે તે દરમ્યાન મેડિકલ ઇમરજન્સી ઉભા થાય તો માછીમારોને સુરક્ષા એજન્સી તેમજ બોટ એમ્બ્યુલન્સ સંપર્ક કરવો પડે છે જેથી માછીમારો માટે બોટ એમ્બ્યુલન્સ માછીમારો માટે મહત્વની સાબિત થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:અમેરિકા ઈરાન યુદ્ધને લીધે હોર્મુઝ ખાડી બંધ થતાં શારજહા રૂટ પરથી ગયેલા સીફૂડના કન્ટેનર એક માસ મોડા પહોંચશે
    Next Article
    આત્મહત્યા:ધો. 10ની પરીક્ષાના પેપર નબળા જતાં સગીર છાત્રનો ગળાફાંસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment