Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસના સિલિન્ડરની અછત:પોરબંદરમાં ગેસ સિલિન્ડરનો ચાર દિવસનો જ સ્ટોક, બુકીંગ બંધ કરાયું

    2 days ago

    સમગ્ર રાજ્યમાં હાલ ગેસના સિલિન્ડરની અછત સર્જાઈ છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ ગેસના સિલિન્ડરની અછત જોવા મળી રહી છે જેને લઈને એજન્સી દ્વારા બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે પોરબંદરના વહીવટી વિભાગે જાહેર કરેલ આંકડા મુજબ જિલ્લામાં ગેસના સિલિન્ડરનો 4 દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે. જિલ્લામાં રોજ 35866 સિલિન્ડરની ડિમાન્ડ સામે 37461 સિલિન્ડર સ્ટોક છે અને 21240 સિલિન્ડર પરિવહનમાં સ્ટોક ઉપલબ્ધ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિને લઈને સમગ્ર રાજ્ય અને દેશમાં ગેસની અછત સર્જાઈ છે.ત્યારે ગેસની અછતને લઈને તાજેતરમાં ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. સિલિન્ડરની અછતને લઈને ખાસ કરીને હોટેલ,રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના વેપારીઓને ગેસ સિલિન્ડર ન મળતા હોવાની ફરિયાદો ઉઠી છે તો ઘરેલુ ગેસના સિલિન્ડર લેવા માટે પણ દોડધામ ચાલુ થઈ ગઈ છે.પોરબંદર જિલ્લામાં પણ કોમર્શિલય ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે તો ઘરેલુ ગેસના સિલિન્ડર મેળવવા માટે પણ એજન્સી ખાતે ભીડ જોવા મળી રહી છે ત્યારે પોરબંદર જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ગેસના સિલિન્ડરના વપરાશ અને સ્ટોક અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં રોજ 35866 સિલિન્ડરની ડિમાન્ડ જોવા મળી રહી છે તો તેમની સામે 37461 સિલિન્ડરનો જિલ્લાની વિવિધ એજન્સી પાસે સ્ટોક છે અને 21240 સિલિન્ડર આગામી દિવસોમાં એજન્સીને મળે તેવી શકયતા જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કામગીરી:પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 6 માં ગટર સફાઈની કામગીરી હાથ ધરાઈ
    Next Article
    વાતાવરણ:મહતમ તાપમાન 4.7 ડિગ્રી ઘટીને 36.2 ડિગ્રી નોંધાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment