Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેરનામું:મકાન ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરવી ફરજિયાત

    2 days ago

    પોરબંદર જિલ્લો કોસ્ટલ વિસ્તાર ધરાવતો તથા ધાર્મિક-ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વ ધરાવતો જિલ્લો હોવાથી જાહેર સલામતી જાળવવા તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લામાં ધાર્મિક સ્થળો, ઔદ્યોગિક એકમો તેમજ વાયટલ ઇન્સ્ટોલેશનને ધ્યાનમાં રાખીને અસામાજિક કે ત્રાસવાદી તત્વો દ્વારા ગુપ્ત આશરો ન મળે અને જાહેર શાંતિ ભંગ ન થાય તે માટે જિલ્લા તંત્ર સતર્ક બન્યું છે. આ સંદર્ભે જિલ્લામાં મકાન, ઓફિસ, દુકાન, ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ સહિતની જગ્યા ભાડે આપનારાઓ પર નિયંત્રણ મૂકવા માટે નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાના તમામ મકાન ઔધોગિક એકમ, ઓફીસ, દુકાન,ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજના માલિકોએ જાતે અથવા અધિકૃત વ્યકિતઓ મારફતે જો કોઇ પરપ્રાંતીય વ્યકિત અથવા તો આ માટે આવા મકાન માલિકો ખાસ સત્તા આપેલ વ્યકિત, સંસ્થાએ જિલ્લામાં મકાન, ઔધોગિક એકમ,ઓફીસ, દુકાન,ગોડાઉ ન,કોલ્ડ સ્ટોરેજ ભાડે આપે ત્યારે ફરજીયાત નિયત નમુના મુજબની વિગતો સાથે જાણ સબંધિત પોલીસ સ્ટેશનમાં કરવાની રહેશે. જાહેરનામું તા.13/03/2026 થી તા.11/05/2026 સુધી અમલમાં રહેશે.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટરએ કરી ગેસ એજન્સીઓના પ્રોપરાઇટર્સ સાથે બેઠક:છોટાઉદેપુર જિલ્લામાં 12 ગેસ એજન્સી કાર્યરત, તમામમાં એલપીજીનો પૂરતો જથ્થો છે - કલેક્ટર
    Next Article
    કામગીરી:પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 6 માં ગટર સફાઈની કામગીરી હાથ ધરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment