Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૃહમંત્રીને ગાળો આપનારે મિત્રના ઘરમાં ચોરી કરી:ખજૂરભાઈ સાથે બોલાચાલી કરનાર યુવકની કારમાં તોડફોડ, પરિવારને મારી નાખવાની ધમકી

    16 hours ago

    રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને સોશ્યલ મીડિયામાં વીડિયો બનાવી ગાળો આપનાર શખ્સે મિત્રના ઘરમાંથી જ ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. જ્યારે બીજા બનાવમાં શહેરમાં છરીથી હૂમલાના કેસમાં આરોપી 18 વર્ષે પકડાયો છે તો ખજૂરભાઈ સાથે બોલાચાલી કરનાર યુવાનના ખોખડદડ ખાતે રહેતા પરિવારને 12 શખ્સોની ટોળકીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યુ છે. જોકે એક માસ પૂર્વે બનેલી આ ઘટનાની હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવાનના પિતા અને કાકાએ ભાગબટાઈ કરી હતી કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રસુલપરામાં હુસેની ચોક પાસે રહેતા સલમાનભાઈ કરીમભાઈ નકુમ (ઉ.વ.34) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રસુલપરામાં જ રહેતા પોતાના મિત્ર આશિફ ઉર્ફે બુઢો હનીફભાઈ કુંઢાનું નામ આપી જણાવ્યું હતું કે, આશરે 10 મહિના પહેલા તેના દાદાનું મકાન હિરાસર ગામ પાસે આવેલું હોય એરપોર્ટની જગ્યામાં આ મકાન કપાતમાં જતા સરકાર તરફથી રૂ. 9.11 લાખ વળતર ચૂકવવામાં આવ્યું હતું. જે રકમમાંથી યુવાનના પિતા અને કાકાએ ભાગબટાઈ કરી હતી. જે રકમ પૈકી રૂપિયા દોઢ લાખ યુવાનના પિતાએ રસુલપરામાં આવેલ ઘરે કબાટમાં તિજોરીમાં રાખ્યા હતા. મારે રૂપિયાની જરૂર હોય માટે તારા ઘરેથી પૈસા લઈ ગયો છું આ દરમિયાન ગત તા. 19/5ના સાંજના 8 વાગ્યા આસપાસ યુવાનના મોટા બાપુ ગુલમહંમદભાઈ રૈયાના પુત્ર અનીષના લગ્નમાં ગયા હતા અને ઘરને તાળું મારી ચાવી મિત્ર આશિફને આપી હતી. જોકે ગત તા. 20/5 ના બપોરના 2:00 વાગ્યા આસપાસ યુવાનના માતા-પિતા ઘરે આવી કબાટમાં રહેલી તિજોરીમાં જોતા રૂ.1.50 લાખ જોવા મળ્યા ન હતા. જેથી તેણે પુત્રને ફોન કરી ચોરી થઈ હોવાનું કહ્યું હતુ. ત્યારબાદ સલમાને ઘરે આવી તેના મિત્ર ઉર્ફે બુઢાને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. થોડા સમય બાદ આશિફે ઇન્સ્ટાગ્રામમાંથી કોલ કરી યુવાનને કહ્યું હતું કે, મારે રૂપિયાની જરૂર હોય માટે તારા ઘરેથી પૈસા લઈ ગયો છું. બાદમાં તેણે પોતાનાથી ભૂલ થઈ ગઈ હોય અને પૈસા ચૂકવી દેશે એવું જણાવતા યુવાને આજદિન સુધી આ અંગે ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ, બાદમાં પૈસા પરત ન આપતા અંતે યુવાને મિત્ર વિરુદ્ધ ચોરીની આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો. ગૃહમંત્રીને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી ઉલ્લેખનીય છે કે, કોઠારિયા વિસ્તારના રસૂલપરામાં રહેતા આશીફ નામના શખસે વીડિયો બનાવી બેફામ વાણી વિલાસ કર્યો હતો. અમેરિકા અને ઈઝરાયેલ સાથેના યુદ્ધમાં માર્યા ગયેલા ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઇની તરફેણ કરી અત્યંત અભદ્ર ભાષામાં આ વિડીયો આશીફે બનાવ્યો હતો. તેણે રાજ્યના ગૃહમંત્રી વિશે બેફામ ટિપ્પણી કરી હતી. તેણે ગૃહમંત્રીને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. છરીથી હૂમલાના કેસમાં આરોપી વર્ષ 2007થી ફરાર હતો રાજકોટમાં છરીથી હુમલાના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપવામાં પોલીસને 18 વર્ષ લાગ્યા છે. શહેરમાં વર્ષ 2007માં જૂના ઝઘડાનો ખાર રાખી સંજય પરમાર નામના યુવાન પર છરીથી હૂમલો થયો હતો. જે ઘટનામાં અગાઉ 2 આરોપી ઝડપાઈ ગયા હતા. જોકે શાંતિલાલ ચૌહાણ નામનો શખ્સ ફરાર હતો. જોકે પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીના આધારે આ શખ્સને ગોંડલથી પકડી પાડ્યો છે. જેથી આ શખ્સને યુવા વયે આચરેલા ગૂનાની સજા પ્રૌઢ અવસ્થામાં જેલમાં ગાળશે. શહેરના શ્રધ્ધા પાર્ક મેઈન રોડ પર બાલાજી ચોક પાસે વર્ષ 2007માં સંજયભાઈ જયસુખભાઈ પરમારને (ઉ.વ.20, રહે. હુડકો કવાર્ટર) જૂના ઝઘડાના મનદુ:ખમાં ઘરેથી બોલાવી છરીના ઘા ઝીંકી હિચકારો હુમલો કરતા તેને ગંભીર ઈજા થઈ હતી.ભક્તિનગર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અગાઉ કુખ્યાત હિતેશ ઉર્ફે રામલો શાંતિલાલ માનસેતા અને કિશોર ઉર્ફે ડકો હેમરાજભાઈ મિસ્ત્રીની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. જયારે શાંતીલાલ બોઘાભાઈ ચૌહાણ (ઉ.વ.40) નામનો આરોપી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. આ ઘટનાને 18 વર્ષ વીતિ ગયા બાદ રાજકોટ પેરોલ ફર્લો સ્ક્વોડે આરોપી ગોંડલથી ઝડપી ભક્તિનગર પોલીસને સોંપ્યો હતો. ભક્તિનગર પોલીસે આરોપીની પુછપરછ કરી જેલ હવાલે કર્યો હતો. આરોપી શાંતીલાલ ઉર્ફે શાંતીયો રાજકોટમાં ગુનો આચરી ફરાર થઈ ગયા બાદ અલગ-અલગ સ્થળે ગયો હતો. જેમાં સુરત ગયા બાદ ત્યાં લગ્ન કરી લીધા હતા. પરંતુ થોડા વર્ષો બાદ તેના છુટાછેડા થઈ ગયા હતા. જે બાદ તે ગોંડલ રહેવા આવી ગયો હતો. હાલ તે માતા સાથે રહી મજુરી કામ કરતો હતો. ખોખડદડ ગામે સશસ્ત્ર ટોળકીએ થારમાં તોડફોડ કરી આતંક મચાવ્યો ખોખડદડ ગામે સશસ્ત્ર ટોળકીએ મધ્યરાત્રિએ થાર કારમાં તોડફોડ કરી પરિણીતાને ધમકી આપી હતી. પ્રસિદ્ધ હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ તેમજ યુવરાજ ખુમાણ સાથે યુવકને થયેલી બોલાચાલીને પગલે યુવરાજ ખુમાણ આણી 13 શખ્સોની ટોળકીએ ધોકા, પાઇપ, તલવાર સાથે ધસી આવી યુવકની થાર કારમાં તોડફોડ કરી પરિણીતાના ભાઈના આખા પરિવારને મારી નાખવાની ધમકી આપતાં ગુનો નોંધાયો હતો. આ બનાવ અંગે ખોખડદડ ગામે ત્રિશા પાર્કમાં રહેતા 32 વર્ષીય પરિણીતા મનિષાબેન રામભાઈ લાખનોત્રાએ આરોપી તરીકે યુવરાજ ખુમાણ, રવિ અને તેની સાથે આવેલા બારથી તેર અજાણ્યા શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેમના પરીવારમાં પતિ રામભાઈ, દીકરી હાર્મીશા અને દીકરો દ્વારકેશ છે. તેમની સોસાયટીમાં ઘરની સામે સગા ભાઈ કાળુભાઈ ઉર્ફે લાલાભાઈ બામરોટીયા રહે છે અને તેમની પાસે થાર કાર છે. જેના નં. જીજે-03-પીજે-5554 છે. ગત તા.14/02 ના રાત્રીના આશરે સવા ત્રણ વાગ્યાની આસપાસ તેણી ઘરે સુતી હતી ત્યારે ઘરની બહાર શેરીમાં ગાડીના કાચ તુટવાના જોરથી અવાજ આવતા ઘરનો દરવાજો ખોલી બહાર આવી જોયું તો શેરીમાં લાલાભાઈની થાર કાર પાસે બારથી તેર શખ્સો ઉભા હતા અને તેમના હાથમાં પાઈપ -ધોકા તથા તલવાર જેવા હથીયાર હતા. જેમાંથી એક યુવરાજ ખુમાણ હતો અને તેની સાથે બીજા 12થી 13 અજાણ્યા શખ્સો હતા. તેણીને યુવરાજ ખુમાણ જોઈ જતા તે તથા તેની સાથેના રવી તેણી પર હુમલો કરવા દોડ્યા હતા. જે બાદ શખ્સો ગાળો આપી ધમકી આપવા લાગ્યા હતા કે, તારો ભાઈ લાલો ક્યાં છે, તારા ભાઇ લાલાને સમજાવી દેજે કે સીધી રીતે ચાલે બાકી તેના પરિવારને જીવવા નહીં દઉં. જાનથી મારી નાખીશ. જોકે બાદમાં તેણીએ 112 માં ફોન કરતા આરોપી તેમની અલગ -અલગ ત્રણ કારમાં બેસી નાસી ગયા હતા. વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે, તેમના ભાઇ લાલાભાઈને નીતીન ઉર્ફે ખજૂર જાની તથા યુવરાજ ખુમાણ સાથે સાવરકુંડલા ખાતે બોલાચાલી થઈ હતી. જે ઝઘડાનો ખાર રાખી યુવરાજ ખુમાણે ટોળાં સ્વરૂપે ધસી આવી ખૂનની ધમકી આપી થાર કારમાં તોડફોડ કરી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસે રાયોટિંગ, ધમકી, તોડફોડની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. પતિ સાથે ઝઘડો થતા ઝેરી દવા પી જતી સગર્ભા, ભૃણનું મોત મોટામવા ગામ નજીક ઝૂપડામાં રહેતા પરિવારમાં પતિ સાથે ઝઘડો થયા પછી સગર્ભા પત્નીએ ઝેર પીધું હતું. જેથી ગર્ભમાં રહેલ શિશુ અને માતા બંનેનું મોત નીપજ્યું હતુ. પાયલબેન અજયભાઇ મીડોલીયા (ઉં.વ. 20, એ આશરે 6 દિવસ પહેલા પોતાના ઝુંપડે હતી ત્યારે ઉંદર મારવાની ઝેરી દવા ફ્રૂટ સલાડમાં નાખી પી લીધી હતી.પરિવારજનોને જાણ થતા તત્કાલ પાયલને રાજકોટ સિવિલની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી કારણ કે, તેને 7 મહિનાનો ગર્ભ હતો. પરિવારજનોને જણાવ્યું કે, પાયલનો પતિ અજય ગોપાલ મીડોલીયા રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં એક બે વર્ષની દીકરી છે. આશરે છ દિવસ પહેલા પતિ-પત્ની વચ્ચે કોઈ કારણે ઝઘડો થયો હતો.જેમાં અજય પત્ની પાયલને ફડાકા મારી લીધા હતા. જેથી લાગી આવતા તેણીએ ઝેરી દવા પી લીધી હતી. જોકે કોઈને જાણ કરી નહોતી. તા.10 માર્ચે એટલે કે બનાવના થોડા દિવસો પીછી તેની તબિયત બગડવા લાગી હતી. તે દિવસે સવારનાં 7 વાગ્યે ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ડોક્ટરે દર્દીની હાલત જોતા ગર્ભમાં અંદરના ભાગે વધારે ડેમેજ જણાયું.દર્દી એ કોઇ હીસ્ટ્રી બતાવેલ નહીં અને તેને 29 મહીનાનો ગર્ભ હતો અને પેટમાં બાળક હોય જેથી ડીલેવરી કરાવતા તેણે મૃત બાળકને જન્મ આપ્યો હતો. પણ પાયલ વેન્ટીલેટર ઉપર હતી. દરમ્યાન ગત મોડી રાત્રે તેનું પણ મોત નીપજ્યું હતું. વેપારી પાસેથી 65.58 લાખની રાખડીઓ લઈ ઠગાઈ કરનાર સુરતથી ઝડપાયો રાજકોટના રાખડીના વેપારી પાસેથી અલગ અલગ સમયગાળા દરમિયાન રૂ. 65.58 લાખની રાખડીઓ મંગાવી સુરતના ભેજાબાજે નાણાં નહિ આપી છેતરપિંડી આચર્યા બાદ ફરાર થઇ જતાં પેરોલ ફર્લોની ટીમે આરોપીને સુરતમાંથી દબોચી કાર્યવાહી કરી હતી. આ બનાવ અંગે યુનિવર્સીટી રોડ પર સનરાઈઝ એપાર્ટમેન્ટ મકાન નંબર-401 માં રહેતા 55 વર્ષીય પ્રૌઢ વેપારી પ્રવીણભાઈ કાનજીભાઈ ઘેટીયાએ પેડક રોડ ઉપર આવેલ જી.બી. ડાયમંડ નામના કોમ્પલેક્ષમાં 210 નંબરની ઓફિસમાં અજંતા રાખડી નામે દુકાન આવેલ છે. અગાઉ સુરત ખાતે રહેતાં મુળ સાવરકુંડલાના વતની મારા કૌશીકભાઈ સાદરાણી રાખડીનો ધંધો કરતાં હોય તેમને સુરત ખાતે જઈ રાખડી પહોચાડતો હતો.તેમજ બે-અઢી વર્ષ પહેલાં રાખડીઓના નમુના લઇ સુરત ગયેલ હતો. તે વખતે મીત્ર કૌશીકભાઈ સાદરાણીની દુકાને જતાં ત્યાં એક વ્યક્તિ હાજર હતી. જેની ઓળખાણ યોગેશકુમાર પ્રવીણચંદ ગઢીયા તરીકે કરાવી હતી. મિત્રએ જણાવ્યું હતું કે, યોગેશ ગઢીયા પણ રાખડીનો વેપાર કરે છે અને તમે યોગેશકુમારને રાખડીઓ વેપાર કરવા માટે આપજો. ત્યારબાદ યોગેશકુમારને તેમના ઓર્ડર પ્રમાણે વર્ષ 2023 માં અલગ અલગ સમયે મળી કુલ રૂ.65,58,972 ની રાખડીઓ લઈ ગયા હતાં. જે તમામ રાખડીખો મે તેમને તેમના ઓર્ડર પ્રમાણે મારી દુકાનના નામના પાકા બીલથી તેમની દુકાનના નામે પાકા બિલથી ટ્રાવેલ્સથી સુરત ખાતે મોકલેલ હતી. જેના રૂપીયા મને રક્ષાબંધન પછી મોકલી આપવા વાયદો કર્યો હતો. જેથી આરોપીએ તા.08/07/2023 થી તા.17/08/2023 સુધીના જુદા જુદા સમયગાળા દરમ્યાન કુલ રૂ.65,58,972 ની રાખડીઓ મંગાવી તેના રૂપીયા નહિ આપી ઠગાઈ આચરવા મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    હનીટ્રેપ કરતી ગેંગ ઝડપાઇ:હોટલમાં નિવૃત શિક્ષક પાસે બળજબરીથી શરીરસંબંધ બંધાવ્યો, ફોટા-વીડિયો ઉતારી 12 લાખ પડાવ્યા
    Next Article
    હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASIએ ઘરે ફાંસો ખાધો:પોલીસ જવાનના આપઘાતનું કારણ અકબંધ, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment