Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુર પોલીસ કચેરીમાં પિતા-પુત્રનો ASI પર હુમલો:આત્મવિલોપનની ચીમકી આપતાં સમજાવટ કરવા જતાં માથું દીવાલ અથડાવ્યું, ત્રણ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો

    10 hours ago

    રાધનપુર સ્થિત નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તપાસ અર્થે નિવેદન આપવા આવેલા પિતા-પુત્રો સહિત ત્રણ શખ્સોએ ફરજ પરના એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ રામુજી પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીનું ગળું દબાવી દીવાલમાં માથું અથડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને જી.પી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, રાધનપુર તાલુકાના અગીચણા ગામના શંકરભાઈ ડુંગરભાઈ આયર અને તેમના પુત્ર લક્ષમણભાઈ ઉર્ફે લાલાભાઈ શંકરભાઈ આયર કચેરી ખાતે એક ઇન્કવાયરીના કામે નિવેદન નોંધાવવા આવ્યા હતા. નિવેદન આપવાની ના પાડીને તેમણે આત્મવિલોપન કરવાની ધમકી આપી હતી. કચેરીમાં હાજર ફરિયાદી અને સાહેદોને ગાળો ભાંડી ધમકીઓ આપવાનું શરૂ કરતા, એ.એસ.આઇ. ઘનશ્યામસિંહે તેમને શાંત પાડી નિયમ મુજબ નિવેદન આપવા સમજાવવાનો પ્રયાસ કર્યો. સમજાવટ દરમિયાન આરોપીઓએ ઉગ્ર બોલાચાલી કરી હતી. આરોપીઓ તેમના અન્ય સાગરીત ભરતભાઈ શંકરભાઈ આયરના ટેલિફોનિક સંપર્કમાં રહી પૂર્વઆયોજિત યોજનાના ભાગરૂપે હુમલો કર્યો હતો. લક્ષમણભાઈ ઉર્ફે લાલાભાઈએ એ.એસ.આઇ.ના શર્ટનો કોલર પકડ્યો, જ્યારે શંકરભાઈ ડુંગરભાઈએ તેમનું ગળું દબાવી દીવાલમાં માથું અથડાવવાનો પ્રયાસ કર્યો અને શ્વાસ રોકી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો. કચેરીમાં હાજર અન્ય સાહેદોએ તાત્કાલિક વચ્ચે પડીને ફરિયાદીને આરોપીઓના ચુંગાલમાંથી છોડાવ્યા હતા. ઘટના સમયે ભરતભાઈ શંકરભાઈ પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો અને કચેરીમાં હાજર ફરિયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગાળો બોલી હતી. આરોપીઓએ રાજ્યસેવકની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109(1), 221, 132, 224, 351(3), 296(B), 61(2) તથા જી.પી. એક્ટ કલમ 110, 117 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    હંગેરીની વર્ક પરમિટના નામે યુવાન સાથે 1.04 લાખની છેતરપિંડી:હંગેરીમાં નોકરી અપાવવાની લાલચ આપીને રૂપિયા પડાવ્યા, વિઝા કન્સલ્ટન્ટ સામે પોલીસ ફરિયાદ
    Next Article
    AAP નેતા પાયલ સાકરિયાના ભાજપ સરકાર પર પ્રહાર:10 વર્ષમાં 34 પેપર લીક, લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાયું, ગુરુપૂર્ણિમાએ સદબુદ્ધિ પ્રાર્થના કરવા જતાં પોલીસ દ્વારા અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment