Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PMના 12 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમ:જામનગરમાં રીવાબા જાડેજા, દિવ્યેશ અકબરીએ સફાઈ કરી, મહાઆરતી યોજાઈ, મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી

    1 week ago

    જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ અવસરે જામનગરના ધારાસભ્યોએ વડાપ્રધાનને દીર્ઘાયુ અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શહેરમાં શ્રમદાન, સ્વચ્છતા અભિયાન અને મહાઆરતી જેવા સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. જામનગર-79 વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014થી દેશમાં વિકાસની જે યાત્રા શરૂ કરી છે, તેને 12 વર્ષ પૂર્ણ થયા છે. તેમણે ઉમેર્યું કે, દેશમાં સૌથી લાંબો સમય ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે રહેવાનો એક નવો રેકોર્ડ નરેન્દ્ર મોદીના નામે નોંધાયો છે. આ ઐતિહાસિક દિવસની ઉજવણીના ભાગરૂપે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા જામનગરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અકબરીએ જણાવ્યું કે, જામનગરના લાખોટા તળાવ (રણમલ લેક), તળાવોને જોડતી કેનાલ અને મહાદેવ મંદિર પરિસરમાં સફાઈ કામગીરી કરવામાં આવી. મેયર, ડેપ્યુટી મેયર, કોર્પોરેટરો અને સંગઠનના કાર્યકર્તાઓએ આશરે બે કલાક શ્રમદાન આપ્યું. સફાઈ દરમિયાન કેનાલમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો નીકળતા, ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જામનગરની જનતાને તળાવમાં કચરો કે પ્લાસ્ટિક ન ફેંકીને તેને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. આ ઉપરાંત, વડાપ્રધાનના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે સાંજે 7 વાગ્યે ઐતિહાસિક બાલા હનુમાન મંદિરે 79-વિધાનસભા દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં તેમણે સૌ નાગરિકોને જોડાવા આમંત્રણ આપ્યું હતું. રાજ્યમંત્રી અને ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ વડાપ્રધાન મોદીના દીર્ઘાયુની કામના કરતા જણાવ્યું કે, તેમના કુશળ માર્ગદર્શન હેઠળ દેશ 'વિકસિત ભારત' બનવા તરફ મજબૂતીથી આગળ વધી રહ્યો છે. તેમણે વડાપ્રધાનને વિશ્વના એવા પ્રથમ નેતા ગણાવ્યા જે પરિવારના મોભીની જેમ હંમેશા દેશના સામાન્ય નાગરિકની ચિંતા કરે છે. રીવાબા જાડેજાએ નાગરિકોની નૈતિક ફરજ પર ભાર મૂકતા કહ્યું કે, "સ્વચ્છતા અભિયાન કે વૃક્ષારોપણ જેવા કાર્યોમાં વડાપ્રધાન મોદીએ પોતે જોડાઈને આપણને પ્રેરણા પૂરી પાડી છે. સ્વચ્છતા એ માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી, પરંતુ વર્ષના 365 દિવસ ચાલનારું અભિયાન હોવું જોઈએ. જેમ આપણને આપણું ઘર સ્વચ્છ ગમે છે, તેમ આપણો મહોલ્લો, જિલ્લો અને સમગ્ર રાજ્ય સ્વચ્છ રહેવું જોઈએ." ચાર સ્તંભોનો વિકાસ અને મોડેલ સ્ટેટ ગુજરાત: તેમણે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, દેશના ચાર મુખ્ય સ્તંભો—ગરીબો, વંચિતો, માતૃશક્તિ (મહિલાઓ), યુવા વર્ગ અને ખેડૂતો—ને ન્યાય આપવાનું કામ સતત થઈ રહ્યું છે. આવાસ યોજના, મફત રાશન, અને કન્યા કેળવણી માટે 'શાળા પ્રવેશોત્સવ' જેવા કાર્યક્રમો દેશને નવી દિશા આપી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    4 વર્ષનો બાળક રમતા રમતા લખોટી ગળી જતા પેટમાં ફસાઈ:હોસ્પિટલમાં તાત્કાલીક સારવાર મળતા પરિવારનો જવી હેઠે બેઠો, માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
    Next Article
    વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ભાજપનું સ્વચ્છતા અભિયાન:PM મોદીના કાર્યકાળની ઉજવણી નિમિત્તે શ્રમદાન, સ્વચ્છતાનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment