Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મહાનગરપાલિકાનો મિલિન્દ તોરવણે વહીવટદારનો ચાર્જ સંભાળ્યો:પહેલો દિવસ જ પડકારજનક સાબિત થયો

    11 hours ago

    સુરત સહિત સમગ્ર રાજ્યની તમામ આઠ મહાનગરપાલિકાઓમાં જનપ્રતિનિધિઓની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાં જ હવે વહીવટદારોના શાસનનો આરંભ થયો છે. આ કડીમાં આજે સુરત મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે વરિષ્ઠ અધિકારી મિલિન્દ તોરવણેએ વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય અને નવું બોર્ડ અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી શહેરના તમામ મહત્વપૂર્ણ વહીવટી અને નીતિવિષયક નિર્ણયો લેવાની સત્તા હવે મિલિન્દ તોરવણેના હસ્તક રહેશે. વિવિધ મહાનગરોમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી હતી ગઈકાલે 11મી માર્ચના રોજ સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પાંચ વર્ષની ટર્મ સત્તાવાર રીતે પૂર્ણ થઈ હતી. આ સાથે જ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓએ સત્તાવાર રીતે વિદાય લીધી હતી. લોકશાહી ઢબે ચૂંટાયેલા બોર્ડની ગેરહાજરીમાં મહાનગરપાલિકાના કામકાજમાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ મહાનગરોમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી હતી. જે અંતર્ગત સુરતની જવાબદારી મિલિન્દ તોરવણેને સોંપવામાં આવી છે. મિલિન્દ તોરવણેનો સુરત સાથે જૂનો નાતો મિલિન્દ તોરવણે સુરત માટે કોઈ નવું નામ નથી. તેઓ અગાઉ વર્ષ 2014થી 2016 દરમિયાન સુરત મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન સુરતના વિકાસમાં અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને ગતિ મળી હતી. તેમની કાર્યક્ષમતા અને સુરત શહેરની ભૌગોલિક તેમજ વહીવટી સ્થિતિથી તેઓ સારી રીતે વાકેફ હોવાથી, રાજ્ય સરકારે ફરી એકવાર તેમના પર ભરોસો મૂકી સુરતની સુકાન સોંપી છે. ચૂંટણી સુધી તમામ સત્તાઓ વહીવટદાર પાસે સામાન્ય રીતે મહાનગરપાલિકામાં નીતિવિષયક નિર્ણયો લેવાની સત્તા જનરલ બોર્ડ અને સ્થાયી સમિતિ પાસે હોય છે. પરંતુ હવે જ્યારે ચૂંટાયેલું બોર્ડ અસ્તિત્વમાં નથી, ત્યારે મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ જે ગુજરાતમાં પણ લાગુ પડે છેતે મુજબ સ્થાયી સમિતિ અને સામાન્ય સભાની તમામ સત્તાઓ હવે વહીવટદાર પાસે રહેશે.શહેરના વિકાસના કામો, ટેન્ડરોની મંજૂરી અને આર્થિક નિર્ણયો હવે મિલિન્દ તોરવણે લઈ શકશે. ચૂંટણી આચારસંહિતા અને લોકશાહીના માપદંડો જળવાય તે રીતે વહીવટ ચલાવવાની તેમની પ્રાથમિક જવાબદારી રહેશે. વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ હવે મિલિન્દ તોરવણે સામે અનેક પડકારો પણ છે. આગામી સમયમાં ઉનાળાની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે પીવાના પાણીની વ્યવસ્થા, સફાઈ અભિયાન અને ચોમાસા પૂર્વેની તૈયારીઓ પ્રી-મોન્સૂન કામગીરી તેમની પ્રાથમિકતામાં રહેશે. આ ઉપરાંત, પડતર પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવા અને વહીવટી પારદર્શિતા જાળવી રાખવી એ પણ એક મુખ્ય કાર્ય બની રહેશે. ટિકિટવાંચ્છુઓની દોડધામ વધી ગઈ છે સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે રાજકીય પક્ષોમાં પણ સળવળાટ તેજ થયો છે. ટિકિટવાંચ્છુઓની દોડધામ વધી ગઈ છે, પરંતુ જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેરીજનોની સુખાકારી અને વહીવટી ગતિશીલતા જાળવી રાખવાની જવાબદારી હવે સંપૂર્ણપણે મિલિન્દ તોરવણેના ખભે છે. સુરત મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ વરિષ્ઠ અધિકારી મિલિન્દ તોરવણે માટે પ્રથમ દિવસ જ પડકારજનક સાબિત થયો હતો. પોતાની માંગણીઓને લઈને પાલિકાના મુખ્ય દ્વાર પાસે વિરોધ કરી રહેલા પાથરણાવાળાઓએ સાંજે ઓફિસ સમય પૂર્ણ કરી નીકળતા વહીવટદારની ગાડીને મ્યુનિસિપલ કમિશનરની ગાડી સમજીને ઘેરી લીધી હતી મળતી વિગતો મુજબ, સુરત મહાનગરપાલિકાના મુખ્ય ગેટ પાસે પાથરણાવાળાઓ અને લારી-ગલ્લા ધારકો છેલ્લા પોતાની વિવિધ માંગણીઓ અને પાલિકાની કથિત હેરાનગતિ સામે આંદોલન ચલાવી રહ્યા હતા. ગુરુવારે સાંજે આશરે 6:00 વાગ્યે, જ્યારે વહીવટદાર મિલિન્દ તોરવણે પોતાનો પ્રથમ દિવસનો કાર્યભાર સંભાળીને ઓફિસથી ઘરે જવા માટે નીકળ્યા, ત્યારે આંદોલનકારીઓએ તેમની ગાડીને આંતરી લીધી હતી. પ્રદર્શનકારીઓમાં એવી ગેરસમજ ઉભી થઈ હતી કે આ ગાડી મ્યુનિસિપલ કમિશનરની છે. આક્રોશિત લોકોએ ગાડીની આસપાસ કુંડાળું વળી લીધું હતું અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે કેટલાક દેખાવકારો પાલિકાના મુખ્ય ગેટની બિલકુલ સામે રસ્તા પર જ સુઈ ગયા હતા, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો. આ ઘટના બાદ મિલિન્દ તોરવણે ચાલતા જ ગેટ બહાર આવી ગયા હતા અને વિરોધ કરતા લોકોએ તેમને ઘેરી લીધા હતા અને પોતાની આપ વીતી જણાવવા લાગ્યા હતા મિલિન્દ તોરવણે વિનમ્ર ભાવે તેમને સમજાવ્યા હતા કે હું કમિશનર નથી કમિશનર અંદર છે તમે તમારી રજૂઆત તેમની પાસે શાંતિથી કરી શકો છો.
    Click here to Read More
    Previous Article
    સાળંગપુર રોડ પર સ્ટ્રીટ લાઈટ નંખાઈ:25 વારિયા વિસ્તારમાં અંધારાની સમસ્યાનો અંત
    Next Article
    ડ્રોન ટેકનોલોજી શીખીને સુરતને બનાવશે વધુ સ્માર્ટ:પાલિકાના 16 અધિકારીઓની ટીમ ચેન્નાઈ રવાના, ડૉ. કલામ રિસર્ચ સેન્ટરમાં તાલીમ લેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment