Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિકોલ ડી-માર્ટ પાસે ગેરકાયદેસર ખાણીપીણીની લારીઓનો જમાવડો:એસ્ટેટ વિભાગે લારીઓ જપ્ત કરી, સદંતર બંધ કરાવાશે

    9 hours ago

    શહેરના નિકોલ વિસ્તારમાં ડી માર્ટ પાસે આવેલા ચાર રસ્તા નજીક ફાયર સ્ટેશનથી ડી - માર્ટ તરફ જવાના રોડ ઉપર ગેરકાયદેસર રીતે 25થી વધુ ખાણીપીણીની લારીઓ રોડ પર ઉભી રહેતી હોવાને લઈને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે 12 માર્ચના રોજ સાંજે ડ્રાઇવ કરીને 10થી વધુ લારીઓને જપ્ત કરી લેવામાં આવી હતી. નવા બનાવેલા રોડ ઉપર ગેરકાયદેસર રીતે દરરોજ ખાણીપીણી બજાર ઊભું કરી દેવામાં આવે છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે એસ્ટેટ વિભાગ દ્વારા અવારનવાર લારીવાળાઓને લારી ન ઉભી રાખવાની સૂચના આપવા છતાં પણ દાદાગીરી કરી રોડ ઉપર લારી ઉભી રાખી ટ્રાફિક કરતા આજે લારીઓ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. લોકો પોતાના વાહનો રોડ પર મૂકીને ખાવા માટે ઊભા રહી જાય છે નિકોલ ફાયર સ્ટેશનથી ડી- માર્ટ તરફ જવાના રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટની બહારના ભાગે દરરોજ સાંજે 4 વાગ્યાથી મોડી રાત સુધી ખાણીપીણીની લાગી જાય છે. રોડ ઉપર લારીઓ મૂકી અને ખાણીપીણી બજાર શરૂ કરી દેવામાં આવે છે. ફૂડ કોર્ટની ગાડી લઈને પણ કેટલાક લોકો ટેબલ ખુરશી લગાવીને રોડ ઉપર જ ગેરકાયદે ખાણીપીણીનો ધંધો શરૂ કરી દીધો છે. રોડ ઉપર તારી અને ફૂડ કોર્ટની ગાડી લગાવવામાં આવી હોવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. લોકો પોતાના વાહનો રોડ ઉપર મૂકીને ખાવા માટે ઊભા રહી જાય છે. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સાંજે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગમાં આ બાબતે અવારનવાર ફરિયાદો અને અરજી કરવામાં આવી હતી, જેના પગલે આજે 12 માર્ચના રોજ એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સાંજે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સાંજે એસ્ટેટ વિભાગની ત્રણ ગાડીઓ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને રોડ પર જેટલી પણ લારીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. 10થી વધુ લારીઓને જપ્ત કરી લેવામાં આવી છે, જેને હવે 90 દિવસ સુધી છોડવામાં આવશે નહીં.તેને ઉપાડી લેવામાં આવ્યું હતું. ખાણીપીણી બજારને સદંતર બંધ કરાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી અવારનવાર ભૂતકાળમાં પણ લારીઓના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, કેટલાક લારીવાળાઓ સ્થાનિક અસામાજિક તત્વોનો લાભ લઈને લારીઓ ચલાવતા હતા. જોકે એસ્ટેટ વિભાગ દ્વારા હવે આ ખાણીપીણી બજારને સદંતર બંધ કરાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો હવે ખાણીપીણી બજાર શરૂ થશે તો પોલીસ ફરિયાદ નોંધાવવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નિકોલ વિસ્તારમાં ડી માર્ટ પાસે ચાર રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે સૌપ્રથમ ચારથી પાંચ લારીઓ ઉભી રહેતી હતી હવે 25 જેટલી લારીઓ અને ફૂડ કોર્ટની ગાડીઓ ઉભી રહે છે. સાંજે ચાર વાગ્યાથી મોડી રાત સુધી ગેરકાયદેસર ખાણીપીણી બજાર ચલાવવામાં આવે છે. એસ્ટેટ વિભાગના અધિકારીઓ જ્યારે દૂર કરવા જાય ત્યારે તેમના સાથે લારી ધારકો દ્વારા ઘર્ષણ કરવામાં આવે છે. પોલીસ બંદોબત માનવામાં આવે છે પરંતુ, પોલીસનો સપોર્ટ ન હોવાના કારણે પણ હટાવી શકાતી નથી. મોડી રાત સુધી ખાણીપીણી બજારો ચાલતી હોય છે, જેમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક નિકોલ પોલીસની પણ મિલીભગત હોવાની ચર્ચા છે. નવો રોડ બનાવવામાં આવ્યો છે છતાં પણ આવા રોડ ઉપર બજારો શરૂ થઈ ગયા છે તેને દૂર કરાવવા ભાજપના કોર્પોરેટરોને પણ આ લારીઓ હટાવવામાં રસ નથી.
    Click here to Read More
    Previous Article
    ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી વધીને 3.21% થઈ:ખાદ્યપદાર્થો મોંઘા થવાની અસર; ઇઝરાયલ-ઇરાન યુદ્ધથી આ વધુ વધી શકે છે
    Next Article
    ગોધરા સ્કૂલના 11 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મેડિકલ વિઝિટ:ડૉ. ઝાકીર હુસૈન હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા શામળાજી હોમિયોપેથિક કોલેજની મુલાકાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment