Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી વધીને 3.21% થઈ:ખાદ્યપદાર્થો મોંઘા થવાની અસર; ઇઝરાયલ-ઇરાન યુદ્ધથી આ વધુ વધી શકે છે

    8 hours ago

    ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી વધીને 3.21% પર પહોંચી ગઈ છે. આ પહેલા જાન્યુઆરીમાં તે 2.74% હતી. આજે 12 માર્ચે આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. મોંઘવારીમાં આ વધારો એવા સમયે થયો છે જ્યારે ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો ક્રૂડ ઓઇલના ભાવ 150 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. આનાથી પેટ્રોલ-ડીઝલ મોંઘું થઈ શકે છે, જેનાથી માલસામાનના પરિવહનનો ખર્ચ વધશે અને ફળ-શાકભાજી સહિત દરેક જરૂરી ચીજવસ્તુઓની કિંમતો વધી જશે. ખાવા-પીવાની વસ્તુઓના ભાવ વધવાથી મોંઘવારી વધી નવી રીતે માપવામાં આવી રહી છે મોંઘવારી, OTT સામેલ આ મોંઘવારીના નવા ફોર્મ્યુલા (2024 બેઝ યર) હેઠળ જાહેર કરાયેલો બીજો આંકડો છે. સરકારે મોંઘવારી માપવાની બાસ્કેટમાં પણ ફેરફાર કર્યો છે. ખાદ્યપદાર્થોનું વજન 45.9% થી ઘટાડીને 36.75% કરવામાં આવ્યું છે, જ્યારે હાઉસિંગ અને વીજળી-ગેસનું વજન વધારવામાં આવ્યું છે. RBIનું અનુમાન: મોંઘવારી 4% થી ઉપર જઈ શકે છે રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2026 માટે સરેરાશ મોંઘવારી દર 2.1% રહેવાનો અંદાજ મૂક્યો છે. જોકે, એપ્રિલ-જૂન (Q1 FY27) ક્વાર્ટરમાં તે વધીને 4% અને આગામી ક્વાર્ટરમાં 4.2% સુધી જઈ શકે છે. હાલમાં મોંઘવારી RBIના નિર્ધારિત લક્ષ્ય (4%)ની અંદર જ છે, જેના કારણે બજારને આશા છે કે નીતિગત દરોમાં તાત્કાલિક કોઈ મોટો ફેરફાર થશે નહીં. નોલેજ બોક્સ: મોંઘવારી કેવી રીતે વધે-ઘટે છે? મોંઘવારીનું વધવું-ઘટવું પ્રોડક્ટની ડિમાન્ડ-સપ્લાય પર આધાર રાખે છે. જો લોકો પાસે પૈસા વધુ હશે તો તેઓ વધુ વસ્તુઓ ખરીદશે. તેનાથી વસ્તુઓની ડિમાન્ડ વધશે અને સપ્લાય ન હોવા પર તેની કિંમત વધશે. જ્યારે જો ડિમાન્ડ ઓછી હશે અને સપ્લાય વધુ તો મોંઘવારી ઓછી થશે. 3.21% મોંઘવારી દરનો શું અર્થ છે? 1. સરખામણી ગયા વર્ષથી થાય છે (વર્ષ-દર-વર્ષ) જ્યારે આપણે કહીએ છીએ કે ફેબ્રુઆરી 2026માં મોંઘવારી 3.21% છે, તો તેનો અર્થ એ છે કે આપણે તેની સરખામણી ફેબ્રુઆરી 2025 સાથે કરી રહ્યા છીએ. આ આખા એક વર્ષનો બદલાવ છે. 3.21% એક સરેરાશ નંબર છે જેને 'કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ' કહે છે. તેમાં તમારા જીવનની સેંકડો વસ્તુઓ શામેલ છે: 2. ₹100ની વસ્તુ હવે ₹103.21ની થઈ ગઈ આનું ગણિત ખૂબ જ સીધું છે. જો ફેબ્રુઆરી 2025માં તમે કોઈ સામાન જેમ કે રાશન ₹100માં ખરીદ્યું હતું, તો તે જ સામાન ફેબ્રુઆરી 2026માં ₹103.21નો થઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    AI incites a new wave of grieving parents fighting for online safety
    Next Article
    નિકોલ ડી-માર્ટ પાસે ગેરકાયદેસર ખાણીપીણીની લારીઓનો જમાવડો:એસ્ટેટ વિભાગે લારીઓ જપ્ત કરી, સદંતર બંધ કરાવાશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment