Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની ટીમની કામગીરી:કોઠંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે સગીર દીકરીઓના બાળલગ્ન અટકાવ્યાં

    11 hours ago

    મહીસાગર જિલ્લામાં બાળલગ્ન અટકાવવાનો એક મહત્વપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. કોઠંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે સગીર દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સમયસરની માહિતી મળતા અટકાવવામાં આવ્યા છે. આ લગ્ન આજે રાત્રે યોજાવાના હતા. જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની ટીમને આ અંગે જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટીમે પરિવારજનો અને ગામલોકોને બાળલગ્નના કાયદાકીય પરિણામો વિશે સમજાવ્યા હતા. અધિકારીઓની સમજાવટ બાદ બંને દીકરીઓના લગ્ન હાલ પૂરતા સ્થગિત કરવામાં આવ્યા છે. પરિવારજનોને બાળલગ્ન પ્રતિબંધક કાયદા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ચેતવણી પણ આપવામાં આવી હતી. આ રીતે સમયસર મળેલી માહિતી અને તાત્કાલિક કાર્યવાહીથી બે સગીર દીકરીઓના બાળલગ્ન અટકાવવામાં સફળતા મળી છે. જિલ્લા પ્રશાસન અને બાળલગ્ન પ્રતિબંધક ટીમ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ક્યાંય પણ બાળલગ્ન થવાની જાણ થાય તો તરત જ તંત્રને જાણ કરી આ કુપ્રથાને રોકવામાં સહયોગ આપે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપાની આવતીકાલે ફાયર ટેસ્ટ:ચીફ ફાયર ઓફિસરની નિમણૂકના વિવાદ વચ્ચે સ્થાયી સમિતિની બેઠક મળશે, ફાયર સહિત 38 મુદ્દે નિર્ણય થશે
    Next Article
    ગોલ્ડ ટ્રેડિંગમાં પ્રોફિટની લાલચમાં 39.22 લાખ ગુમાવ્યા:બાંધકામના ધંધાર્થીએ ફેસબુકમા યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારીને છેતરાયા, જેમાં રોકાણ કર્યું તે વેબસાઇટ ફેઇક નીકળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment