Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોલ્ડ ટ્રેડિંગમાં પ્રોફિટની લાલચમાં 39.22 લાખ ગુમાવ્યા:બાંધકામના ધંધાર્થીએ ફેસબુકમા યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારીને છેતરાયા, જેમાં રોકાણ કર્યું તે વેબસાઇટ ફેઇક નીકળી

    10 hours ago

    રાજકોટમાં બાંધકામના ધંધાર્થીએ ગોલ્ડ ટ્રેડિંગમાં ઉંચા પ્રોફિટની લાલચમાં આવી 39.22 લાખ ગુમાવ્યા છે. યુવાને ફેસબુકમાં આવેલ યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઇ.ડી. ધારકે ગોલ્ડ ટ્રેડીંગમાં ઊંચા પ્રોફિટની વાત કરી હતી અને પોતાનો વોટ્સએપ નંબર યુવાનને આપ્યો હતો. જોકે, લિંક ઓપન કરતા જ ફેક વેબસાઈટ ખૂલી હતી અને ટ્રેડિંગમાં રૂપિયા રોક્યા હતા. જોકે, તે બાદ પૈસા ગુમાવતા યુવાને સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં FIR નોંધાવી છે. આરોહી અગ્રવાલ નામની આઇડી ધારકે પોતાના વોટ્સએપ નંબર આપી વાતચીત ચાલુ કરી આ બનાવ અંગે કોઠારીયા વિસ્તારમાં રહેતાં 45 વર્ષીય વિજય દોમડિયાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઈ.ડી. ધારક તેમજ અલગ-અલગ વોટ્સએપ નંબર અને અલગ-અલગ બેંક એકાઉન્ટ ધારકનું નામ આપ્યુ હતુ. ફરિયાદીની ફેસબુક આઇડી પર મે 2025માં એક આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઇડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે ફ્રેન્ડ રિક્વેસ્ટ બાંધકામના ધંધાર્થીએ એક્સેપ્ટ કરી હતી. જે બાદ બંનેએ વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. જે દરમિયાન આરોહી અગ્રવાલ નામની આઇડી ધારકે પોતાના વોટ્સએપ નંબર આપી તેમાં વાતચીત ચાલુ કરી હતી. ગોલ્ડ ટ્રેડિંગમાં ઊંચો પ્રોફિટ મળે છે એવી લાલચ આપી જે પછી ફરિયાદીને વિશ્વાસમાં લઈ ગોલ્ડ ટ્રેડિંગમાં ઊંચો પ્રોફિટ મળે છે એવી લાલચ આપી હતી. જેથી, ફરિયાદી વિશ્વાસમાં આવી જતાં ફેસબુક આઈડી ધારકે તેમને વોટ્સએપમાં લિંક મોકલી તેમાં જોડાવવા માટે કહ્યું હતું. જેથી, ફરિયાદીએ તે લિંક ઓપન કરી અને વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતાં. જેમા લિંક ઓપન કરતા એક વેબસાઈટ જોવા મળતી અને તેમાં ગોલ્ડ પર ટ્રેડીંગ થતું હોય તેના ભાવ બતાવવામાં આવતાં હતા. સાયબર ગઠિયાઓ સામે 39.22 લાખની ફ્રોડની ફરિયાદ જેથી તેઓએ રોકાણ કરવાની શરૂઆત કરી હતી. ત્યારે વેબસાઈટમાં તેઓએ કરેલ રોકાણમાં ઊંચું પ્રોફિટ મળી રહ્યું છે તેવું દર્શાવવામાં આવતું હતું. જેથી તેઓ વધું રૂપીયા રોકાણ કરવાં લાગ્યાં હતાં અને તેઓએ ગોલ્ડ ટ્રેડિંગમાં કુલ રૂ.39.22 લાખનું રોકાણ કર્યું હતું. જે બાદ તેઓએ વળતર માટે વાત કરતાં અલગ-અલગ ચાર્જ ચૂકવવા પડશે તેમ સામેવાળા તરફથી મેસેજ આવતાં તેઓ સાથે ફ્રોડ થયાનું સામે આવ્યું હતું. જેથી ફેસબુક આઈડી ધારક સહિતના સાયબર ગઠિયાઓ સામે 39.22 લાખની ફ્રોડની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની ટીમની કામગીરી:કોઠંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે સગીર દીકરીઓના બાળલગ્ન અટકાવ્યાં
    Next Article
    ગોધરામાં સરકારી ઇજનેરી કોલેજ ખાતે પ્લેસમેન્ટ ફેર યોજાયો:400 વિદ્યાર્થીઓ, 25 મલ્ટીનેશનલ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment