Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં સરકારી ઇજનેરી કોલેજ ખાતે પ્લેસમેન્ટ ફેર યોજાયો:400 વિદ્યાર્થીઓ, 25 મલ્ટીનેશનલ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યાં

    8 hours ago

    ગોધરાની સરકારી ઇજનેરી કોલેજ ખાતે પ્લેસમેન્ટ ફેર 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને રોજગારની તકો પૂરી પાડવા આવા ફેરોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પંચમહાલ અને મહીસાગર જિલ્લાની વિવિધ કોલેજોના 400થી વધુ વિદ્યાર્થીઓએ આ ફેરમાં ભાગ લીધો હતો. પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાંથી 25થી વધુ મલ્ટીનેશનલ કંપનીઓના પ્રતિનિધિઓ નોકરીદાતા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કંપનીઓ દ્વારા વિવિધ ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની લાયકાત અને કૌશલ્યના આધારે કંપનીઓ સમક્ષ પ્રેઝન્ટેશન આપી ઇન્ટરવ્યૂ આપ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ રોજગાર માટે યોગ્ય માર્ગદર્શન અને તકો ઉપલબ્ધ કરાવવાનો હતો. વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ આ પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લઈને પોતાની કારકિર્દી માટે મહત્વપૂર્ણ તકનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ગોલ્ડ ટ્રેડિંગમાં પ્રોફિટની લાલચમાં 39.22 લાખ ગુમાવ્યા:બાંધકામના ધંધાર્થીએ ફેસબુકમા યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારીને છેતરાયા, જેમાં રોકાણ કર્યું તે વેબસાઇટ ફેઇક નીકળી
    Next Article
    The Hundred Auction Live: SRH Criticised After Rs 2.34 Crore Bid For Pak Star

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment