Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધને કારણે દમણમાં ગેસની અછત:લારીધારકો ઈંટો અને લાકડા ગોઠવી દેશી ચૂલા પર સમોસા સહિતનો નાસ્તો બનાવતા નજરે પડ્યાં

    14 hours ago

    અમરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને પગલે વૈશ્વિક સ્તરે શરૂ થયેલી ઉર્જા કટોકટીની સીધી અસર હવે સંઘપ્રદેશ દમણમાં પણ જોવા મળી રહી છે. અહીં કોમર્શિયલ ગેસ સિલિન્ડરોની અછત સર્જાતા નાના દુકાનદારો અને નાસ્તાના વેપારીઓ પરંપરાગત ચૂલા પર નાસ્તો બનાવવા મજબૂર બન્યા છે. દમણમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરોની લે-વેચ અચાનક બંધ થઈ ગઈ છે. આના કારણે સ્થાનિક નાના દુકાનદારો અને નાસ્તાના વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે, જેના પરિણામે તેઓ ફરજિયાતપણે પરંપરાગત રસોઈ પદ્ધતિઓ અપનાવવા તરફ વળ્યા છે. ગેસના અભાવે, આ નાના દુકાનધારકોએ હવે ઈંધણના વૈકલ્પિક સ્ત્રોતોનો ઉપયોગ શરૂ કર્યો છે. દમણના કેટલાક વિસ્તારોમાં નાસ્તાની દુકાન ચલાવતા વેપારીઓએ તેમના આધુનિક ગેસ સ્ટવને બાજુ પર મૂકીને પોતાની દુકાનમાં ઈંટો અને લાકડા ગોઠવી દેશી ચૂલા બનાવ્યા છે. તેઓ આ ચૂલા પર સમોસા અને અન્ય નાસ્તો બનાવતા નજરે પડી રહ્યા છે. આ પરિસ્થિતિ ભલે કટોકટીમાંથી ઉદ્ભવી હોય, પરંતુ તેના કારણે સ્થાનિક ગ્રાહકોને ફરી એકવાર પરંપરાગત રીતે લાકડાના ચૂલા પર બનેલા ગરમાગરમ સમોસા અને વડાપાંવનો એ જૂનો, સોડમભર્યો અને અસલ દેશી સ્વાદ ચાખવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વોર્ડ-3માં પાયાની સુવિધાઓ મુદ્દે ‘આપ’નો વિરોધ:વર્ષોથી વેરા ભરવા છતાં સુવિધાના નામે મીંડું હોવાનાં આક્ષેપ સાથે મ્યુ. કમિશનરને રજૂઆત
    Next Article
    સાયબર ક્રાઇમ જાગૃતિ માટે પોસ્ટર સ્પર્ધા યોજાઈ:ઉમા આર્ટ્સ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજમાં આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment