Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ક્રાઇમ જાગૃતિ માટે પોસ્ટર સ્પર્ધા યોજાઈ:ઉમા આર્ટ્સ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજમાં આયોજન કરાયું

    13 hours ago

    ગાંધીનગર સ્થિત સર્વ વિદ્યાલય કેલવણી મંડળ સંચાલિત ઉમા આર્ટ્સ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજ તથા CAWACH કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે "સાયબર ક્રાઇમ અવેરનેસ" વિષય પર પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવાનો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડો. લલિતકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ આ પ્રવૃત્તિ યોજાઈ હતી. આ પ્રવૃત્તિ દ્વારા ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો સુરક્ષિત અને જવાબદાર ઉપયોગ કરવાની સમજ વિકસાવવાનો પ્રયાસ કરાયો હતો. ઉપરાંત, ઓનલાઇન છેતરપિંડી, સાયબર બુલિંગ અને અન્ય સાયબર ગુનાઓથી બચવા અંગેની વિસ્તૃત માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. સ્પર્ધામાં રજૂ થયેલા પોસ્ટરોનું મૂલ્યાંકન ગુજરાત યુનિવર્સિટીના સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ફોરેન્સિક વિભાગના પ્રો. કશ્યપ જોશી અને GLS યુનિવર્સિટી, અમદાવાદના ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ અને આઈટી (પીજી)ના પ્રો. જતિન મોઢ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં. પ્રીયાન્શીબા જાડેજાએ પ્રથમ સ્થાન મેળવી ₹500નો રોકડ પુરસ્કાર જીત્યો હતો. દ્વિતીય ક્રમે દેવ્યનીબા રહેવરને ₹300 અને તૃતીય ક્રમે દિયા નાડોદાને ₹200નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    યુદ્ધને કારણે દમણમાં ગેસની અછત:લારીધારકો ઈંટો અને લાકડા ગોઠવી દેશી ચૂલા પર સમોસા સહિતનો નાસ્તો બનાવતા નજરે પડ્યાં
    Next Article
    ગોલ્ડ ટ્રેડિંગમાં પ્રોફીટની લાલચમાં રૂ.39.22 લાખ ગૂમાવ્યા:રાજકોટના બાંધકામના ધંધાર્થીએ ફેસબુકમા યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી ને છેતરાયા, જેમાં રોકાણ કર્યું તે વેબસાઇટ ફેઇક નિકળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment