Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેન્શનમાં નામની નાની ભૂલથી નહીં અટકે ચુકવણી:‘ભાઈ, કુમાર, બેન’ જેવી માનવાચક ભૂલો અવગણવાનો નિર્ણય

    23 hours ago

    રાજ્યના હિસાબ અને તિજોરી નિયામક કચેરીએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પેન્શનરોને મોટી રાહત આપી છે. પેન્શન કેસોમાં પી.પી.ઓ. (PPO) બુકમાં દર્શાવાયેલ નામ અને આધાર-પુરાવામાં દર્શાવાયેલ નામ વચ્ચે માત્ર માનવાચક શબ્દોની નાની તફાવત હોય તો તે કારણસર પેન્શન/ફેમિલી પેન્શન અટકાવવામાં નહીં આવે. અનેક કેસોમાં માત્ર માનવાચક શબ્દોની તફાવતને કારણે પેન્શન/ફેમિલી પેન્શન અટકી જતી કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર “ભાઈ”, “કુમાર”, “દાસ”, “લાલ”, “બેન” જેવા માનવાચક શબ્દોને કારણે નામમાં થતી નાના તફાવતને ધ્યાનમાં લઈ પેન્શન ચુકવણી અટકાવવી યોગ્ય નથી. જો પી.પી.ઓ.માં નોંધાયેલ વ્યક્તિ અને આધાર-પુરાવામાં દર્શાવાયેલ વ્યક્તિ એક જ હોવાની પૂરતી ખાતરી થાય તો પેન્શનની ચુકવણી નિયમ મુજબ ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયનો હેતુ એ છે કે, પેન્શન કેસોમાં નામ સુધારવાની પ્રક્રિયા લાંબી અને સમયલક્ષી હોવાથી પેન્શનરોને અનાવશ્યક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અનેક કેસોમાં માત્ર માનવાચક શબ્દોની તફાવતને કારણે પેન્શન/ફેમિલી પેન્શન અટકી જતી હતી. હવે તિજોરી કચેરીઓને સૂચના આપવામાં આવી છે કે, આવા નાના તફાવત હોય છતાં જો વ્યક્તિની ઓળખ સ્પષ્ટ થાય તો પેન્શન અને એરિયર્સની ચુકવણી નિયમ મુજબ ચાલુ રાખવામાં આવે, જેથી પેન્શનરોને વિલંબ વગર લાભ મળી શકે.
    Click here to Read More
    Previous Article
    ખાખસર શાળાની ત્રણ દીકરીઓ રાજ્યકક્ષાએ ઝળકી:વિદાય સમારંભમાં ડેપ્યુટી કલેક્ટરે વિદ્યાર્થીઓને સફળતાના મંત્રો આપ્યા
    Next Article
    વેવાઇ ખભે કોથળો નાંખી વેવાણની લાશ ફેંકતા આવ્યા, CCTV:ભાભી સાથેના પ્રેમસંબંધમાં સગા પુત્રએ માતાની હત્યા કરી, સુરત ક્રાઇમ બ્રાન્ચની નજર દોરી પર પડી ને રહસ્ય ખૂલ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment