Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાખસર શાળાની ત્રણ દીકરીઓ રાજ્યકક્ષાએ ઝળકી:વિદાય સમારંભમાં ડેપ્યુટી કલેક્ટરે વિદ્યાર્થીઓને સફળતાના મંત્રો આપ્યા

    22 hours ago

    ખાખસર પ્રાથમિક શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને તેજસ્વી પ્રતિભાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધામાં ગુજરાતભરમાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર દિવ્યા પરમાર (પ્રથમ), જાનવી ચૌહાણ (દ્વિતીય) અને રશ્મિ ચૌહાણ (તૃતીય) ને મહાનુભાવોના હસ્તે ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડેપ્યુટી કલેક્ટર અને એસ.ડી.એમ. કુંજલ શાહે વિદ્યાર્થીઓને સફળતા માટે કર્તવ્યનિષ્ઠાના પાઠ ભણાવ્યા હતા. અધ્યક્ષ સ્થાનેથી ખંભાત ACS કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર કનુભાઈ બારૈયાએ સાહિત્ય દ્વારા દેશસેવા માટે પ્રેરણા આપી હતી. શાળાના આચાર્ય રાકેશકુમાર સોલંકીએ ‘મુજ દ્વારેથી ઓ પંખીડા’ ગીત રજૂ કરી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા, જે વિદાયની ઘડીને ભાવુક બનાવી હતી. ધોરણ-8ના વિદ્યાર્થીઓએ પણ પોતાની આઠ વર્ષની યાદો વાગોળતા શાળાને સુંદર ભેટ અર્પણ કરી હતી. સંગીતકાર જગદીશભાઈ ગોહેલે સંગીત રજૂ કરી વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલ્પેશભાઈ પટેલે કર્યું હતું અને રાષ્ટ્રગાન સાથે આ સ્મૃતિમય મિલનનું સમાપન થયું હતું.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના વિદ્યાર્થીઓએ ગીર ફાઉન્ડેશનમાં ઇન્ટર્નશિપ પૂર્ણ કરી:NEP અંતર્ગત 120 કલાકની વ્યવહારિક તાલીમ મેળવી
    Next Article
    પેન્શનમાં નામની નાની ભૂલથી નહીં અટકે ચુકવણી:‘ભાઈ, કુમાર, બેન’ જેવી માનવાચક ભૂલો અવગણવાનો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment