Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના વિદ્યાર્થીઓએ ગીર ફાઉન્ડેશનમાં ઇન્ટર્નશિપ પૂર્ણ કરી:NEP અંતર્ગત 120 કલાકની વ્યવહારિક તાલીમ મેળવી

    20 hours ago

    પર્યાવરણીય શિક્ષણ અને સંશોધન માટે કાર્યરત ગીર ફાઉન્ડેશન દ્વારા આયોજિત વિશેષ ઇન્ટર્નશિપ કાર્યક્રમમાં સરકારી વિજ્ઞાન કોલેજ, સેક્ટર-15, ગાંધીનગરના બોટની વિષયના 12 વિદ્યાર્થીઓએ 120 કલાકની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યવહારિક કૌશલ્યનો વિકાસ કરવાનો હતો. આ ઇન્ટર્નશિપ 9ફેબ્રુઆરીથી ૧૧ માર્ચ દરમિયાન યોજાઈ હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે 120 કલાકની ઇન્ટર્નશિપ ફરજિયાત છે, જેના દ્વારા વિદ્યાર્થીઓને 4 શૈક્ષણિક ક્રેડિટ મળે છે. આ કાર્યક્રમ NEP ના માપદંડોને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો હતો. ઇન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓને બોટની વિષયના વિવિધ પાસાઓ અંગે વ્યવહારિક તાલીમ આપવામાં આવી હતી. જેમાં ક્ષેત્રિય અભ્યાસ દ્વારા કુદરતી પરિસ્થિતિમાં વનસ્પતિનો અભ્યાસ, પ્રયોગશાળામાં વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ અને વિશ્લેષણાત્મક પદ્ધતિઓ, ડેટા મેનેજમેન્ટ હેઠળ માહિતી સંગ્રહ અને વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ, તેમજ પર્યાવરણીય અભ્યાસમાં ઇકોલોજી અને વનસ્પતિ સંરક્ષણ સંબંધિત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ઇન્ટર્નશિપના સમાપન પ્રસંગે ગીર ફાઉન્ડેશનના નિયામક અને નાયબ નિયામક દ્વારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. નિયામકે જણાવ્યું હતું કે આવી ઇન્ટર્નશિપ વિદ્યાર્થીઓને પુસ્તકિયા જ્ઞાનથી આગળ વધીને સંશોધન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે.
    Click here to Read More
    Previous Article
    કાળઝાળ ગરમી સામે તંત્ર સજ્જ:શહેરમાં 22 સ્થળોએ વિનામૂલ્યે ઠંડા પાણી અને ORSની વ્યવસ્થા કરવામાં આવી
    Next Article
    ખાખસર શાળાની ત્રણ દીકરીઓ રાજ્યકક્ષાએ ઝળકી:વિદાય સમારંભમાં ડેપ્યુટી કલેક્ટરે વિદ્યાર્થીઓને સફળતાના મંત્રો આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment