Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળઝાળ ગરમી સામે તંત્ર સજ્જ:શહેરમાં 22 સ્થળોએ વિનામૂલ્યે ઠંડા પાણી અને ORSની વ્યવસ્થા કરવામાં આવી

    19 hours ago

    હાલમાં ઉનાળાની ઋતુમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે ત્યારે નાગરિકોને હીટસ્ટ્રોક (લૂ લાગવા) અને ડી-હાઈડ્રેશન જેવી ગંભીર સમસ્યાઓથી બચાવવા માટે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મનપા દ્વારા આવતીકાલથી શહેરના મુખ્ય 22 વિવિધ જાહેર સ્થળો પર ઠંડા પાણી અને ORS (ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન)ના વિતરણની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. 22 મુખ્ય સર્કલો અને ચોક પર આ વ્યવસ્થા ગોઠવવામાં આવી ​આરોગ્ય વિભાગની પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં વધતી ગરમી મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને રસ્તા પર અવરજવર કરતા લોકો અને શ્રમિકોને ગરમીથી સુરક્ષા મળી રહે તે હેતુથી આ સેવા શરૂ કરવામાં આવી રહી છે, જેમાં તંત્ર દ્વારા શહેરના નીચે મુજબના 22 મુખ્ય સર્કલો અને ચોક પર આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં નિલમબાગ સર્કલ, R.T.O. સર્કલ, સરદારનગર સર્કલ, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ સર્કલ, શિવાજી સર્કલ, મંત્રેશ સર્કલ, સર્કલ, રામમંત્ર મંદિર સર્કલ, ભગવતી સર્કલ, કુંભારવાડા સર્કલ, બોરડી ગેટ ચોક, ગંગાજળિયા તળાવ, ખારગેટ ચોક, શિશુવિહાર સર્કલ, કાળાનાળા સર્કલ, જશોનાથ સર્કલ, લીલા સર્કલ, વિરાણી સર્કલ, દિલબહાર ESR, ક્રેસન્ટ સર્કલ તથા ચાવડી ગેટ ચોક સહિતના સ્થળો પર ઉપલબ્ધ બનશે. મનપાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ અને જનસંપર્ક અધિકારી દ્વારા લોકોને ગરમીમાં સાવચેત રહેવા અને જરૂર જણાયે આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'હવે, બૂમો પાડીશ તો તારા ટુકડા કરી થેલામાં ભરી દઈશ':પીડિતાના બે વર્ષ પહેલા જ અન્ય ધર્મના યુવક સાથે લગ્ન થયા હતા, બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
    Next Article
    ગાંધીનગરના વિદ્યાર્થીઓએ ગીર ફાઉન્ડેશનમાં ઇન્ટર્નશિપ પૂર્ણ કરી:NEP અંતર્ગત 120 કલાકની વ્યવહારિક તાલીમ મેળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment