Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હવે, બૂમો પાડીશ તો તારા ટુકડા કરી થેલામાં ભરી દઈશ':પીડિતાના બે વર્ષ પહેલા જ અન્ય ધર્મના યુવક સાથે લગ્ન થયા હતા, બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

    18 hours ago

    બે વર્ષ પહેલા અન્ય ધર્મના યુવક સાથે લગ્ન કરનાર યુવતીને યુવક દ્વારા શારીરિક-માનસિક ત્રાસ અપાતા યુવતી દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવકના મારથી યુવતીએ બૂમો પાડતા યુવકે કહ્યું હતું કે, જો હવે બૂમો પાડીશ તો તારા ટુકડા કરીને થેલામાં ભરી દઈશ. પીડિતાની ફરિયાદ બાદ બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવતી અને સલમાને 2024માં કોર્ટ મેરેજ કર્યા હતા આ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે, વર્ષ 2024માં સલમાન સલીમખાન પઠાન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ તેઓ એકતાનગર પોલીસ ચોકીની સામે, આજવા રોડ વડોદરા ખાતે રહેતા હતા. તેણી ઘરકામ કરતી હતી અને પતિ ઓટોરિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. વર્ષ 2025માં તેણીને ખબર પડી કે તેના પતિના અન્ય મહિલા સાથે આડાસંબંધ છે. આ વાત પર પતિને પૂછતાં તેણે ગાળો બોલીને ગળદા પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ તેણી પિયરમાં ગઈ હતી. પતિના પરિવારના સભ્યોએ સમજાવતાં તેણી ફરી સાસરિયામાં ગઈ હતી. થોડા સમય સુધી વર્તન સુધર્યું હતું, પરંતુ ત્યારબાદ પતિ ફરીથી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો રહ્યો હતો. તેમ છતાં ઘર ન ભાંગે તેવા ઉદ્દેશથી તેણીએ સહન કર્યું હતું. 14 જાન્યુઆરી,2026 ના રોજ પતિ ઘરે ન આવતા ફોન કર્યો તો ઉપાડ્યો નહીં. ઘરે આવ્યા પછી પૂછતાં ફરી ગાળો બોલીને માર માર્યો હતો. તેણી પિયરમાં ગઈ અને માતા સાથે રહેવા લાગી હતી. બાદમાં 25 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજે દવા લેવા જતી વખતે પતિ રસ્તામાં આવીને ગાળો બોલી ધમકી આપી અને ત્રાસ આપ્યો હતો. પતિએ પત્નીને કહ્યું- 'હવે બૂમો પાડીશ તો ટુકડા કરીને થેલામાં ભરી દઈશ' મહિલા, માતા અને તેના ભાઈ સાથે રિક્ષામાં કમલાનગર ખાતે પૂજાનો સામાન લેવા જઈ રહ્યા હતા. ત્યારે પતિ સલમાન તેની રિક્ષા લઈને હોસ્પિટલ પાસે આવ્યો અને ફરિયાદીને બળજબરીથી પોતાની રિક્ષામાં બેસાડી લીધી હતી. તેને આજવા-નીમેટા રોડ ખાતે એક ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં તેણે પૂછ્યું કે તારે મારી સાથે રહેવું છે કે નહીં? ફરિયાદીએ કહ્યું કે ઝઘડો ન કરો તો રહીશ. ત્યારે પતિએ ગદ્દા-પાટુથી માથા પર માર માર્યો. તેણી રડવા લાગી તો મોઢામાં રૂમાલ નાખીને ધમકી આપી કે બૂમ પાડીશ તો ટુકડા કરીને થેલામાં ભરી દઈશ અને મારી નાખીશ. ગંદી ગાળો બોલી, ગળું દબાવ્યું અને મુક્કા માર્યા હતા. બાદમાં તે ભાગીને પોતાના ભાઈને કોલ કર્યો હતો. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ગેસ એજન્સીઓ પર સઘન તપાસ:કલેક્ટરના આદેશથી સંગ્રહખોરી ડામવા કાર્યવાહી શરૂ
    Next Article
    કાળઝાળ ગરમી સામે તંત્ર સજ્જ:શહેરમાં 22 સ્થળોએ વિનામૂલ્યે ઠંડા પાણી અને ORSની વ્યવસ્થા કરવામાં આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment