Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ગેસ એજન્સીઓ પર સઘન તપાસ:કલેક્ટરના આદેશથી સંગ્રહખોરી ડામવા કાર્યવાહી શરૂ

    16 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા અને સંગ્રહખોરી અટકાવવા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા કલેક્ટર કે.એસ.યાજ્ઞિકના નિર્દેશથી પુરવઠા વિભાગે વિવિધ ગેસ એજન્સીઓ પર આકસ્મિક તપાસ હાથ ધરી છે. જિલ્લા પુરવઠા અધિકારી એ.જી.ગજ્જરના સંકલન હેઠળ આ ઝુંબેશ સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓમાં ચલાવવામાં આવી રહી છે. સંબંધિત તાલુકાના મામલતદારો અને ફિલ્ડ સ્ટાફની ટીમોએ ગેસ એજન્સીઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન એજન્સીઓ પાસે ઉપલબ્ધ ગેસ સિલિન્ડરના જથ્થાની ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, સ્ટોક રજિસ્ટર અને વિતરણ વ્યવસ્થાની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવાનો છે. તપાસમાં, ખાસ કરીને ઘરવપરાશના સિલિન્ડરનો જથ્થો નાગરિકોને પ્રાથમિકતાના ધોરણે મળી રહે તે માટે એજન્સી સંચાલકોને કડક સૂચનાઓ અપાઈ છે. દરેક એજન્સીએ નિયત સ્ટોક જાળવી નિયમ મુજબ વિતરણ કરવું અનિવાર્ય છે. તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ અનિયમિતતા જણાશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોના હિતનું રક્ષણ કરવા અને બજારમાં કૃત્રિમ અછત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર સતત સતર્ક છે. આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક તપાસનો દોર ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ રેલવેનો NFRમાં દબદબો:4.01 કરોડની આવક મેળવી પશ્ચિમ રેલવેને દેશમાં પ્રથમ અપાવ્યું સ્થાન, 4 અધિકારીનું સન્માન
    Next Article
    'હવે, બૂમો પાડીશ તો તારા ટુકડા કરી થેલામાં ભરી દઈશ':પીડિતાના બે વર્ષ પહેલા જ અન્ય ધર્મના યુવક સાથે લગ્ન થયા હતા, બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment