Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ રેલવેનો NFRમાં દબદબો:4.01 કરોડની આવક મેળવી પશ્ચિમ રેલવેને દેશમાં પ્રથમ અપાવ્યું સ્થાન, 4 અધિકારીનું સન્માન

    15 hours ago

    પશ્ચિમ રેલવેએ ગેર-ભાડા આવક (NFR) ક્ષેત્રે વિશિષ્ટ સફળતા હાંસલ કરી સતત બીજા વર્ષે ભારતીય રેલવેમાં પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો છે. આ ભવ્ય સફળતામાં રાજકોટ ડિવિઝનનો સિંહફાળો રહ્યો છે. ચર્ચગેટ સ્થિત મુખ્યાલય ખાતે આયોજિત એક વિશેષ સમારંભમાં પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર (PCCM) તરુણ જૈન દ્વારા આ સિદ્ધિ બદલ રાજકોટ ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. નવતર પ્રયોગો દ્વારા 4.01 કરોડની કમાણી નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન રાજકોટ ડિવિઝને પોતાની સૂઝબૂઝ અને આધુનિક અભિગમથી કુલ 4.01 કરોડની ગેર-ભાડા આવક એકઠી કરી છે. વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાના માર્ગદર્શન હેઠળ વાણિજ્ય વિભાગે અનેક નવીન પ્રોજેક્ટ્સ અમલી બનાવ્યા હતા. જેમાં પ્રથમ વખત AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત જાહેરાત પ્રણાલી, ટ્રેનની માહિતી સાથે LED ડિસ્પ્લે, ગેમ ઝોન અને વેગન સફાઈ સેવા જેવા કરારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્ટેશન બહાર પાર્કિંગ, ગુડ્સ શેડમાં કેન્ટીન અને પૂજા સામગ્રીના કિયોસ્ક દ્વારા પણ આવકના નવા સ્ત્રોત ઊભા કરવામાં આવ્યા છે. રાજકોટના આ રત્નો થયા સન્માનિત રેલવેની પ્રતિષ્ઠા વધારવા અને આવકમાં વૃદ્ધિ કરવા બદલ રાજકોટ ડિવિઝનના 4 મહાનુભાવોને એવોર્ડ એનાયત કરાયા હતા સુનીલ કુમાર મીના – વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક, રાજકોટ હિતેશ જોશી – સહાયક વાણિજ્ય પ્રબંધક, રાજકોટ ચંદ્રસિંહ ઝાલા – તત્કાલીન મુખ્ય વાણિજ્ય નિરીક્ષક, રાજકોટ (હાલ ACM – ચર્ચગેટ) અમિત જોશી – રિઝર્વેશન સુપરવાઈઝર, રાજકોટ આ કાર્યક્રમમાં મુખ્ય વાણિજ્ય પ્રબંધક (યાત્રી સેવાઓ) સ્વપ્નિલ વાલિંગકર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ડિવિઝનની આ કામગીરીએ પશ્ચિમ રેલવેને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પાથરણાવાળાના મ્યુ. કમિશનર કચેરીએ ઘરણા:વીડિયોગ્રાફી સાથે કમિશનર સાથે મીટિંગ કરવાની માગ; ગેટ બંધ કરાતા મામલો ઉગ્ર બન્યો
    Next Article
    સુરેન્દ્રનગરમાં ગેસ એજન્સીઓ પર સઘન તપાસ:કલેક્ટરના આદેશથી સંગ્રહખોરી ડામવા કાર્યવાહી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment