Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત બજેટમાં દિવ્યાંગોની ઉપેક્ષા થયાનો આક્ષેપ:ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે દિવ્યાંગોએ સૂત્રોચ્ચાર કરી સરકાર સામે બાંયો ચડાવી, સાયકલની જગ્યાએ સ્કુટી સહિત પેન્શનની માંગ

    15 hours ago

    ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2025-2026ના બજેટમાં દિવ્યાંગો માટે ફાળવવામાં આવેલી જોગવાઈઓ સામે રાજ્યભરના દિવ્યાંગોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જાહેર કરાયેલી યોજનાઓ અપૂરતી હોવાના આક્ષેપ સાથે આજે દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશના નેજા હેઠળ મોટી સંખ્યામાં દિવ્યાંગો ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા હતા. આ તકે તેઓએ પોતાની પડતર માંગણીઓ અંગે સરકાર સામે બાયો ચઢાવી ન્યાયની માંગ કરી હતી. 80 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને જ મળતા પેન્શન સામે વિરોધ દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં મુખ્યત્વે પેન્શન અને રોજગારીના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં 80 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને જ મળતા પેન્શન સામે વિરોધ દર્શાવતા મંચે માંગ કરી છે કે, 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ વ્યક્તિઓને સંત સૂરદાસ યોજના હેઠળ પેન્શનનો લાભ મળવો જોઈએ. અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં દિવ્યાંગોને મળતી સહાય ઓછી હોવાનું જણાવી તમામ કેટેગરીના દિવ્યાંગોને માસિક 5000 રૂપિયા સમાન પેન્શન આપવાની રજૂઆત કરવામાં આવી છે. સાયકલ યોજના રદ કરી રાજસ્થાન સરકારની જેમ આધુનિક સ્કૂટી આપવાની માંગ રોજગારી અને શિક્ષણ ક્ષેત્રે પણ દિવ્યાંગોએ મહત્વના સુધારાની માંગ કરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 40 ટકા પાસિંગ માર્કની પદ્ધતિ રદ કરવા અને સરકારી ભરતીઓમાં દિવ્યાંગોની ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરવા માટે માંગ છે. આ ઉપરાંત ટેકનોલોજીના યુગમાં જૂની બેટરીવાળી સાયકલ યોજના રદ કરી રાજસ્થાન સરકારની જેમ આધુનિક સ્કૂટી આપવાની માંગ પણ જોરશોરથી ઉઠાવવામાં આવી છે. દિવ્યાંગ પરિવારોને ઘરવપરાશમાં રાહત મળે તે હેતુથી મફત વીજળી અને ગેસ કનેક્શન આપવાની દરખાસ્ત પણ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. આ માંગણીઓ નહીં સંતોષે તો આ આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા દિવ્યાંગોએ 2016ના દિવ્યાંગ અધિકાર કાયદાના ચુસ્ત અમલીકરણ માટે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, જો સરકાર દિવ્યાંગ સમાજ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચારી આગામી દિવસોમાં આ માંગણીઓ નહીં સંતોષે તો આ આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. બજેટમાં કરવામાં આવેલો અન્યાય દિવ્યાંગોના આત્મસન્માન સામેનો પડકાર હોવાનું જણાવી તેઓએ ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં વૃદ્ધાના આપઘાત કેસમાં 8 આરોપી ઝડપાયા:સ્યુસાઇડ નોટ મળતા પોલીસે મહિલા સહિત 8ની ધરપકડ કરી
    Next Article
    હિંમતનગરના બેરણામાં વીજ તણખાથી ઘઉંના ખેતરમાં આગ:2 વીઘા ઘઉંનો પાક બળીને ખાખ; ખેડૂત દ્વારા યુજીવીસીએલને જાણ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment