Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરાછામાં દબાણ હટાવ ઝુંબેશનો વિરોધ:નાના વેપારીઓ-પાથરણાવાળાએ રેલી કાઢી; નારેબાજી સાથે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ મુજબ વ્યવસ્થા કરી આપવા માગ

    20 hours ago

    સુરતના પ્રવેશ દ્વાર સમાન વરાછા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વહીવટી તંત્ર અને પાથરણાવાળાઓ વચ્ચે ભારે ઘર્ષણની સ્થિતિ જોવા મળી રહી છે. ધારાસભ્ય કુમાર કાનાણીની આકરી રજૂઆત બાદ સુરત મહાનગરપાલિકાએ વરાછા બ્રિજ નીચેથી દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. તંત્ર દ્વારા પાથરણાવાળાનો તમામ સામાન ભરી લેતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે તમામ પાથરણાવાળા અને નાના વેપારીઓએ મળીને રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. મ્યુ. કમિશનર સામે પાથરણાવાળાએ વ્યથા ઠાલવી ભારતીય પથવિક્રેતા મહાસંઘના નેજા હેઠળ આજે મોટી સંખ્યામાં પાથરણાવાળાઓ અને નાના વેપારીઓ એકઠા થયા હતા. બરોડા પ્રિસ્ટેજ વિસ્તારથી તમામે રેલી કાઢી હતી અને ‘અમે અમારો હક માંગીએ છીએ, ભીખ નહિ’, ‘સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ લાગુ કરો’ના નારા લગાવ્યા હતાં. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. આ રેલી મનપાની મુખ્ય કચેરીએ પહોંચી હતી અને મ્યુનિસિપલ કમિશનરને મળીને પોતાની વ્યથા ઠાલવી હતી. મોટા માથાઓ સામે કાર્યવાહી ન થતાનો આક્ષેપ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પાથરણાવાળાએ માગ કરી હતી કે, જો તેમને બ્રિજ નીચેથી હટાવવામાં આવે તો તેમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે અથવા ચોક્કસ સમયે ધંધો કરવાની છૂટ આપવામાં આવે. આ સાથે શ્રમિકોએ આક્ષેપ કર્યો હતો કે, મોટા માથાઓ સામે કાર્યવાહી કરવાને બદલે તંત્ર માત્ર ગરીબ પાથરણાવાળાઓને નિશાન બનાવી રહ્યું છે. અમે છેલ્લા 20થી 25 વર્ષથી આ જ જગ્યાએ બેસીને ધંધો કરી રહ્યા છે. SMCના અધિકારીઓ દ્વારા અચાનક કરવામાં આવતી કાર્યવાહીથી તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે. અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને માલ-સામાનની જપ્તીને કારણે તેમના પરિવારો ભૂખે મરવાની નોબત આવી છે. સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ હેથળ પાલિકાએ 10 વર્ષમાં કઈ નથી કર્યુઃ જય વ્યાસ ભારતીય પથવિક્રેતા મહાસંઘના જય વ્યાસે જણાવ્યું હતું કે, અમારું સંગઠન આખા દેશમાં લારી-ગલ્લા અને પથારાવાળાના અધિકાર માટે લડી રહ્યું છે. 2014માં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ (પથવિક્રેતા કાનૂન) કાયદો આવ્યો હતો. આ કાયદામાં પથારાવાળા અને લારી-ગલ્લાવાળાઓની વ્યવસ્થા કેવી રીતે કરવી તેના વિશે લખાયેલું છે અને આ પ્રમાણે 11 વર્ષમાં સુરત મહાનગરપાલિકાએ આજ સુધી કશું કર્યું નથી. આમાંથી 90%માંથી 10% પણ કામ કર્યું નથી. ‘સંવિધાનની નીચે બનેલા કાનૂનને કમિશનર તમે માનો છો કે નહિ?’ આ મામલે સર્વે પણ થઈ ચૂક્યો છે અને આમાંથી મોટાભાગના લોકોનું નામ પણ છે. આ લોકોની પાસે ઓળખપત્ર પણ છે, જેને નજરઅંદાજ કરીને, જોયા વગર SMC ગુંડાની જેમ પોલીસને લઈ બધા પર રોજ હુમલો કર્યા કરે છે. પોટલાં બાંધે રોજ અને રોજ પૈસા ખાય છે. આ બધી દમનગીરીથી અમે બચવા માટે અમારા કાનૂનનો અમલ માંગી રહ્યા છીએ. આજે વરાછાથી મ્યુનિસિપલ કમિશનર પાસે જઈ રહ્યા છીએ કે, ભાઈ તમે આ કાનૂનનો અમલ કરો. 'અમારા ગરીબની હાય લાગશે', શાકભાજીની લારી ચલાવતી મહિલાઓની આજીજી કુમાર કાનાણીએ શું રજૂઆત કરી હતી? મહાનગરપાલિકામાં મળેલી સંકલન સભામાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. તેમણે વરાછા બ્રિજ નીચે અને વલ્લભાચાર્ય રોડ પર વધતા જતા દબાણો તેમજ ત્યાં ફૂલીફાલી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉગ્ર સવાલો કર્યા હતા. કાનાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, બ્રિજ નીચે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને કારણે સામાન્ય જનતા અને ટ્રાફિક વ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેમણે તંત્રને તાત્કાલિક દબાણો દૂર કરવા જણાવ્યું હતું. ધારાસભ્યની આ રજૂઆત બાદ પાલિકાની દબાણ હટાવવાની ટીમ પોલીસ કાફલા સાથે મેદાનમાં ઉતરી હતી. છેલ્લા બે દિવસમાં વરાછા રોડ, બરોડા પ્રિસ્ટેજ, અને સાર્થણા સુધીના વિસ્તારમાં ફ્લાયઓવર નીચે રહેતા 250 થી વધુ લોકોને હટાવવામાં આવ્યા છે. મનપા દ્વારા અનેક ટ્રક ભરીને પાથરણાવાળાઓનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરીને કારણે વરાછા મેઈન રોડ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ધોમધખતા તાપમાં ગેસ સિલિન્ડર માટે લાંબી કતારો:સુરતમાં ફરસાણના વેપારીઓનો ધંધો ચોપટ થવાને આરે; તંત્રનો પૂરતા સ્ટોકનો દાવો
    Next Article
    ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો ‘બોગસ ડોક્ટર’ ઝડપાયો:આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને સાથે રાખી SOGની ક્લિનિક પર રેડ, સ્ટીરોઈડ, પેઇન કિલર અને એન્ટિબાયોટિક જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment